HomeBusinessNRI Legal Help Desk/ચેમ્બર ઓફ કોમર્સ ખાતે NRI લીગલ હેલ્પ ડેસ્કનો શુભારંભ/India...

NRI Legal Help Desk/ચેમ્બર ઓફ કોમર્સ ખાતે NRI લીગલ હેલ્પ ડેસ્કનો શુભારંભ/India News Gujarat

Date:

ચેમ્બર ઓફ કોમર્સ ખાતે NRI લીગલ હેલ્પ ડેસ્કનો શુભારંભ

લીગલ એક્ષ્પર્ટની હાજરીમાં NRI અને NRGના મેરેજ, વીઝા સંબંધિત તથા અન્ય જુદી–જુદી બાબતો વિષે તેઓને સાંભળી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા શનિવાર, તા. ર૬ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ બપોરે ૩:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે NRI લીગલ હેલ્પ ડેસ્કની શરૂઆત કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સના માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરના હસ્તે NRI લીગલ હેલ્પ ડેસ્કનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હેલ્પ ડેસ્કના શુભારંભની સાથે બેઠક મળી હતી, જેમાં ચેમ્બર ઓફ કોમર્સની NRG કમિટીના ચેરમેન કલ્પેશ લાઠીયા, સુપ્રિમ કોર્ટના વકીલ પ્રીતિ જોષી, એડવોકેટ સંગિતા ખૂંટ, સુરેશ ગજેરા અને પ્રકાશ હાથી સહિત NRG કમિટીના સભ્યો ઉપસ્થિત રહયા હતા.

માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મરે જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બિન નિવાસી ભારતીયો અને બિન નિવાસી ગુજરાતીઓ માટે અનેક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ચેમ્બર ખાતે ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત NRG સેન્ટર અગાઉથી કાર્યરત છે ત્યારે ર૬ ઓગષ્ટ ર૦ર૩ના રોજથી NRI લીગલ હેલ્પ ડેસ્ક પણ અહીં કાર્યરત કરવામાં આવ્યું છે. NRI લીગલ હેલ્પ ડેસ્ક માટે હાલ ચેમ્બર ઓફ કોમર્સના ફોન નંબર ૦ર૬૧ – રર૯૧૧૧૧નો સંપર્ક કરી શકાશે.

ચેમ્બર ઓફ કોમર્સની NRG કમિટીના ચેરમેન કલ્પેશ લાઠીયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા કાર્યરત NRG સેન્ટર ખાતે દર મહિનાના ચોથા શનિવારે બપોરે ૩:૦૦થી સાંજે પઃ૦૦ કલાક દરમ્યાન NRI લીગલ હેલ્પ ડેસ્કની કામગીરી ચાલશે. એડવોકેટ પ્રીતિ જોષીની અધ્યક્ષતામાં સમગ્ર ટીમ કાર્ય કરશે, જેમાં લીગલ એક્ષ્પર્ટ હાજર રહેશે. NRI અને NRGના મેરેજ, વીઝા સંબંધિત તથા અન્ય જુદી–જુદી બાબતો વિષે તેઓને સાંભળવામાં આવશે અને તેઓને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશન દ્વારા સંચાલિત NRG સેન્ટર દ્વારા NRI – NRGના પ્રશ્નોના નિરાકરણ લાવવામાં આવે છે, જેમાંથી એક NRG સેન્ટર ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સુરત ખાતે કાર્યરત છે. NRI – NRGના વિવિધ પ્રશ્નો ગુજરાત રાજ્ય બિન નિવાસી ગુજરાતી ફાઉન્ડેશનના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવામાં આવે છે. સરકાર દ્વારા પ્રાથમિકતાના ધોરણે NRI – NRGના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવે છે.

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

Latest stories