HomeEntertainmentહાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ શેર કરીખુશખબર , કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટરોએ...

હાર્દિક પંડ્યાએ ઇન્સ્ટાગ્રામ શેર કરીખુશખબર , કેપ્ટન વિરાટ કોહલી સહિત ઘણા ક્રિકેટરોએ અભિનંદન આપ્યા

Date:

નવી દિલ્હી: ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટૈનકોવિચના ઘરે ટૂંક સમયમાં નાનો મહેમાન આવવાનો છે. હાર્દિકે ખુદ સોશિયલ મીડિયા પર આ વિશે માહિતી આપી છે કે તેની મંગેતર નતાશા ગર્ભવતી છે અને નાના મહેમાનના આવવાથી તે ખૂબ જ ઉત્સાહિત છે. હાર્દિકે નતાશા સાથેની આ તસવીર તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી અને પિતા બનવાના સારા સમાચાર શેર કર્યા.

હાર્દિકે તેની પોસ્ટમાં લખ્યું છે કે મારી અને નતાશાની સફર ખુબ જ સારી રહી અને હવે તે વધારે સારી થવા જઇ રહી છે. અમે તે બાબતે ઉત્સાહિત છીએ કે અમે એક નવા જીવને અમારા જીવનમાં સમાવિષ્ટ કરવા જઇ રહ્યા છીએ.

હાર્દિક અને નતાશા બંને ઘણા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ 31 ડિસેમ્બર 2019 ના રોજ, તેઓએ તેમના સંબંધોને સાર્વજનિક કર્યા. નવા વર્ષ નિમિત્તે નતાશા અને હાર્દિકે દુબઇ જઇને સગાઈ કરી હતી, જેની માહિતી તેઓએ ફોટા અને વીડિયો શેર કરતી વખતે શેર કરી,સગાઈ બાદ હાર્દિક હંમેશા નતાશા સાથે ઇન્સ્ટાગ્રામ પર ફોટા શેર કરતા હતો.

SHARE

Related stories

Latest stories