HomeBusinessShree Ganesh Festival/૨૦૨૨ના સર્વશ્રેષ્ઠ વીસ શ્રી ગણેશ ઉત્સવ આયોજકને ઇનામ વિતરણ/India News...

Shree Ganesh Festival/૨૦૨૨ના સર્વશ્રેષ્ઠ વીસ શ્રી ગણેશ ઉત્સવ આયોજકને ઇનામ વિતરણ/India News Gujarat

Date:

સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શ્રી ગણેશ આયોજક સંમેલન અને શ્રી ગણેશ ઉત્સવ વર્ષ : ૨૦૨૨ના સર્વશ્રેષ્ઠ વીસ શ્રી ગણેશ ઉત્સવ આયોજકને ઇનામ વિતરણ સમારંભ યોજાયેલ હતો.

સુરતમાં ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ત્યારે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા વર્ષ 2022ના સર્વશ્રેષ્ઠ 20 ગણેશ ઉત્સવ આયોજકો માટે ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાંદેરના વાસ્તવ ગ્રુપના ગણેશને પ્રથમ, હજીરાના મોન્સ્ટર આર્મી ગ્રુપના ગણેશને દ્વિતીય અને શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળને તૃતીય ઇનામ આપવામાં આવ્યું હતું.
ગણેશ ઉત્સવની સમગ્ર દેશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે સુરતમાં પણ ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ગત વર્ષે આયોજિત ઉત્સવમાં શ્રેષ્ટ 20 ગણેશ મંડળને ઈનામ આપવામાં આવ્યા હતા.. ઈનામ વિતરણ કાર્યકર્મ નું આયોજન કરી ગણેશ ઉત્સવ સમિતિએ વર્ષ 2022ના સર્વશ્રેષ્ઠ ગણેશ મંડળનો ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા,, જેમાં પ્રથમ ક્રમાંક રાંદેરના વાસ્તવ ગ્રુપ દ્વારા રામસેતુ થીમ હતી જેને પ્રથમ ઇનામ અપાયું હતું. ત્યારે આ વર્ષે નવીસંસદની થીમ હશે. દ્વિતીય ક્રમાંક મોન્સ્ટર આર્મી ગ્રુપ હજીરા ખાતે કેદારનાથની થીમ બનાવી હતી જેને દ્વિતીય ઇનામ મળ્યું હતું. અને આ વર્ષે રામ મંદિર થીમ રહેશે. તૃતીય ક્રમાંક શિવકૃપા સાર્વજનિક બાળ ગણેશ મંડળે શીશ મહેલની થીમ બનાવી હતી. જેને તૃતીય ઇનામ મળ્યું હતું. આ વર્ષે સ્વર્ણદીપ મહેલની થીમ હશે. આમ વિવિધ થીમ સાથે શુશોભિત કરેલા ગણેશ પંડાળો ને હર વર્ષે ઇનામો આપી સન્માનિત કરવામાં આવે છે..

આ વર્ષે પણ ધાર્મિક ભાવના જળવાઈ રહે અને શાંતિપૂર્વક પર્યાવરણની જાળવણી સાથે અને પ્રશાસન ના માર્ગદર્શન હેઠડ જારી કરાયેલા નીતિનિયમ અનુશાર સમગ્ર ગણેશ ઉત્સવનું આયોજન થાય એમાટે ની જાણકારી આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવી હતી..


SHARE

Related stories

Latest stories