HomeEntertainmentબોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું 42 વર્ષની વયે નિધન

Date:

બોલીવુડના પ્રખ્યાત મ્યુઝિક કમ્પોઝર વાજિદ ખાનનું રવિવાર મોડી રાત્રે નિધન થયું છે. તેઓ 42 વર્ષના હતાં. સાજિદ-વાજિદની જોડીથી પ્રખ્યાત વાજિદ લાંબા સમયથી કિડનીની બીમારીથી પીડાતા હતાં. મુંબઇની એક હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. અચાનક તબિયત કથળતા તેમને વેન્ટિલેટરના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતાં. વાજિદ ખાનના નિધન પર બોલિવુડમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે. સોશિયલ મીડિયા પર વાજિદના મોતનું કારણ કોરોનાનું સંક્રમણ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. આ અંગે અભિનેતા અને વાજિદના બાળપણના મિત્ર રણવીર શૌરીએ ટ્વિટ કર્યું કે, હું મારા બાળપણના મિત્ર વિશે સમાચાર સાંભળી દુખી છું. વાજિદે કોવિડ-19 સામે હાર માની લીધી. મને આ જાણી આઘાત લાગ્યો છે. વાજિદ મારા ભાઇ તારા અને તારા પરિવાર માટે સંવેદના પ્રગટ કરુ છું. આ ખૂબ જ દુખદ છે.

 

SHARE

Related stories

Latest stories