રાજ્યમાં કોરોના કહેરને લઈને લોકડાઉન લાદવામાં આવ્યું છે ત્યારે લોકડાઉન, કોરોના, માવઠા જેવી કુદરતી મુશ્કેલી સાથે જગતનો તાત માનવસર્જિત મુશ્કેલીનો પણ સામનો કરી રહ્યો છે. ખેડૂતોને રવી પાકના યોગ્ય ભાવ ન મળતા કેટલાક ખેડૂતો શાકભાજી વાવેતર તરફ વળ્યા છે છતાં શાકભાજીમાં પણ યોગ્ય ભાવ મળતા નથી.
હળવદ તાલુકામા ખેડૂતોને રવી પાકના વાવેતરમાં યોગ્ય ભાવ ન મળતા ખેડૂતો શાકભાજીના વાવેતર તરફ વળ્યા છે. તાલુકાના બુટવડા ગામના ખેડુતોએ કાળીમજુરી કરી ગુવાર તૈયાર કર્યો છતા માર્કેટમા યોગ્ય ભાવ ન મળતા ખેડુતો અર્થીક સંકળામણમાં સપડાયા છે ઉલ્લેખનીય છે કે ખેડૂતો કુદરતી અને માનવ સર્જીત આફતોનો સામનો કરી ખેડૂતો પોતાના ખેતરમાં પાક તૈયાર કરાતા કરતા હોય છે પરંતુ બજારમા પોતાના પાકનો ભાવ ન મળતા ખેડુતો આર્થિક પરિસ્થિતિ ખરાબ થઈ છે. ખેડૂતોએ ગુવારનું વાવેતર કરી બીયારણ, દવા,ખાતર,વિજબીલ સહિનો ખર્ચ કરી તૈયાર કરેલ ગુવાર ને માર્કેટિંગમા વેચાવ જતા એક કિલોના માત્ર 15 રૂપીયા મળતા ખર્ચ પણ નીકળે નહી તેવી પરીસ્થિતિ સર્જાઇ છે. ખેડુત પાસેથી 15 રૂપિયાના ભાવે લિધેલો ગુવાર વેપારીઓ બજારમાં 40 રૂપિયાના ભાવે લોકોને વેચતા હોય છે. આમ ખેડૂતો રાત દિવસ કાળી મજૂરી કરી ગુવારનો પાક તૈયાર કરે છે છતાં તેમને યોગ્ય ભાવ મળતા નથી.