HomeGujarat'Solar Roof Top'/વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ/India...

‘Solar Roof Top’/વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ/India News Gujarat

Date:

ઓલપાડની સોંદલાખારા સહકારી મંડળી ખાતે રૂ.૧૪ લાખના ખર્ચે નવનિર્મિત ૨૭ કિલો વોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરતાં વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

 ગામડાઓમાં પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ
 અઢાર હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે:-: વનમંત્રી મુકેશભાઈ પટેલ

વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકાના ધી સોંદલાખારા વિભાગ દૂધ અને શાકભાજી વેચાણ સહકારી મંડળી લિ.ના ૨૭ કિલો વોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું લોકાર્પણ કરાયું હતું.
સોંદલાખારા ગામે દૂધ મંડળીના હોલમાં આયોજિત પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું હતું કે, વાડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં વીજળીના ઉત્પાદનમાં ભારત અનન્ય સિદ્ધિ મેળવી રહ્યું છે, દેશના જે ગામડાઓમા વીજળી ન હતી ત્યાં વીજળી પહોંચાડી છે. અઢાર હજાર ગામડાઓમાં ૨૪ કલાક વીજળી આપનાર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. એક સમયે રાત્રે વીજળીના સ્ત્રોત તરીકે કેરોસીનના દિવા, ફાનસ કે મીણબત્તીનો ઉપયોગ થતો હતો. અત્યારે ૨૪ કલાક વીજળી ગામે ગામ મળી રહી છે. દરેક ગામડામાં પૂરતા વીજ દબાણથી સાતત્યપૂર્ણ વિજ પુરવઠો મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. સોલાર રૂફ ટોપ યોજના સહિતની યોજનાનો લાભ મેળવી ઈકો ફ્રેન્ડલી અને પુન:પ્રાપ્ય ઉર્જાના સ્ત્રોત થકી કાર્બન ઉત્સર્જન ઘટાડવા સહભાગી બનીએ એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. તેમજ તેમ તેમણે જણાવ્યું હતું.
વડાપ્રધાનના સપનાને અનુસરતા સૌર ઉર્જાને પ્રોત્સાહન આપતા અનેકવિધ પ્રોજેકટ્સ કાર્યરત છે એમ જણાવતા વધુમાં મંત્રીએ કહ્યું કે, દેશમાં વર્ષ ૨૦૩૦ સુધીમાં ઉપયોગમાં લેવાતી વીજળીના ૫૦ ટકા વીજળી રિન્યુએબલ એનર્જી અંતર્ગત સૌર ઉર્જાથી ઉત્પન્ન કરવાની સરકારની નેમ છે, જેમાં રાજ્ય સરકાર પણ મહત્વપુર્ણ યોગદાન આપશે એમ જણાવી સોલાર સિસ્ટમનો ઉપયોગ કરી વિજળીની બચત કરવાનું ભગીરથ કાર્ય કરવા સૌને અનુરોધ કર્યો છે.
મંત્રીએ સોંદલાખારા સહકારી મંડળી ખાતે સમુલ ડેરી દ્વારા ૨૭ કિલોવોટના ‘સોલાર રૂફ ટોપ’ વીજળી પ્લાન્ટનું નિર્માણમાં આર્થિક સહયોગ અપાયો છે, જેનાથી વીજળી સાથે મૂડીની પણ બચત થશે, જેનો સીધો ફાયદો મંડળીના સભાસદોને થશે. તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોની અથાગ મહેનતથી ચંદ્રયાન-૩ મિશનની સફળ બન્યું છે એમ જણાવી ઇસરોની ટીમ અને વૈજ્ઞાનિકોની સરાહના કરી હતી.
આ પ્રસંગે સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશભાઇ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઇ પટેલ, સોંદલાખારા સહકારી મંડળીના પ્રમુખ વસંત પટેલ, ઉપપ્રમુખ ધર્મેશ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, અગ્રણીઓ સર્વ મનહર પટેલ, જયેશ એમ.પટેલ, બળવંત પટેલ, સહિત મંડળીના સભાસદો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.

SHARE

Related stories

Latest stories