HomeGujaratસીએમ રૂપાણીએ આફતને અવસરમાં પલટવા આહ્વાન કર્યું, વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા

સીએમ રૂપાણીએ આફતને અવસરમાં પલટવા આહ્વાન કર્યું, વીડિયો કોન્ફરન્સથી કરી ચર્ચા

Date:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોવિડ-19 કોરોના વાયરસની સ્થિતી પછી ઉદભવનારી આર્થિક-ઔદ્યોગિક ગતિવિધિઓનો મહત્તમ લાભ રાજ્યના MSME એકમો ઉઠાવીને આફતમાં અવરસમાં પલટે તેવુ આહવાન કર્યું હતું. તેમણે આ સંદેર્ભમાં બેન્કોને પણ અનુરોધ કર્યો કે, MSME એકમોને આવશ્યકતા મુજબ બેન્ક લોન-સહાય આપીને આ સેકટરને પૂન: વેગવંતુ બનાવવાનું દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યના જિલ્લામથકોએ ઉપસ્થિત રહેલા બેન્ક અધિકારીઓ, જિલ્લા ઊદ્યોગ કેન્દ્રોના જનરલ મેનેજરો, MSME એકમોના સંગઠનોના પદાધિકારીઓ સાથે ઊદ્યોગ-વેપાર ક્ષેત્રને ફરી એ જ ગતિએ ધબકતા કરવાની કાર્યયોજનાનું સામૂહિક મંથન-ચિંતન કર્યુ હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ભારત સરકારે પણ કોવિડ-19ની સ્થિતીમાં વેપાર-ઊદ્યોગ-નાના-લઘુ ઊદ્યોગોને બેઠા કરવા જે ર૦ લાખ કરોડનું પેકેજ જાહેર કર્યુ છે તેમાં ૩.પ૦ લાખ કરોડનું પેકેજ MSME માટે આપ્યું છે.

SHARE

Related stories

Latest stories