HomeBusiness5G SIM Upgrade Fraud: શું તમને પણ 5G સિમ અપગ્રેડ નો મેસેજ...

5G SIM Upgrade Fraud: શું તમને પણ 5G સિમ અપગ્રેડ નો મેસેજ આવ્યો છે? સાયબર ઠગ મેસેજ મોકલી ને કરી રહ્યા છે ફ્રોડ, જાણો કેવી રીતે બચવું, જુઓ Video-India News Gujarat

Date:

  • 5G SIM Upgrade Fraud: એકટિવ કરવા માટે સાયબર ઠગ લોકોને મેસેજ મોકલી રહ્યા છે અને ફ્રોડ કરી રહ્યા છે.
  • યાદ રાખો કે, 5G નો ઉપયોગ કરવા માટે સિમ કાર્ડને અપગ્રેડ કરવાની જરૂરિયાત નથી.
  • અમુક શહેરોને બાદ કરતા સમગ્ર દેશમાં 5G સર્વિસ શરૂ થઈ ગઈ છે.
  •  આ સાથે જ સાયબર (Cyber Crime) ઠગ્સે પણ તેના નામ પર છેતરપિંડી કરવાનું શરૂ કર્યું છે.
  •  5G એકટિવ કરવા માટે સાયબર ઠગ લોકોને મેસેજ મોકલી રહ્યા છે અને ફ્રોડ કરી રહ્યા છે.
  • યાદ રાખો કે, 5G નો ઉપયોગ કરવા માટે સિમ કાર્ડને અપગ્રેડ કરવાની જરૂરિયાત નથી.
  • સ્કેમર્સ લોકોને લિંક્સ મોકલી રહ્યા છે, જેમાં યુઝર્સને નેટવર્કને 4G થી 5G પર અપગ્રેડ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે.

4G થી 5G નેટવર્ક અપગ્રેડ મેસેજ

  • 5Gને લઈને મોટાભાગના શહેરોના મોબાઈલ યુઝર્સને સાઈબર ઠગ્સ તરફથી મેસેજ આવવા લાગ્યા છે.
  • જેમાં 5G સિમ અપગ્રેડ અને નેટવર્ક ઇશ્યુનો એવો મેસેજ છે જે વાંચીને તમે વિશ્વાસ કરશો.
  • 4G નેટવર્કને 5G નેટવર્કમાં રૂપાંતરિત કરવા અને પ્રોસેસિંગના નામે કેટલાક લોકોને લિંક્સ મોકલવામાં આવી રહી છે.

રીતે થાય છે છેતરપિંડી

  • મોબાઈલ યુઝર્સને 4G નેટવર્કથી 5G નેટવર્કમાં અપગ્રેડ કરવા માટે કહેવામાં આવે છે.
  • લોકો મેસેજ સાથેની લિંક પર ક્લિક કરે છે. ત્યારબાદ સાયબર ગુનેગારો લિંક દ્વારા ફોનને હેક કરે છે અને ફોનનો ડેટા ચોરી લે છે.

જો તમે લિંક પર ક્લિક કરશો તો શું થશે

  • તમે લિંક પર ક્લિક કરો કે તરત જ ઠગ તમને ત્રણ અંકનો નંબર આપે છે અને તમને તમારા મોબાઇલ પર ડાયલ કરવાનું કહે છે.
  •  આ કર્યા પછી, ઠગ યુઝરને આ ત્રણ નંબરો પછી 10 અંકનો મોબાઇલ નંબર દાખલ કરવા માટે કહે છે.
  • ત્યારબાદ આ નંબર ડાયલ કરવાનું કહેવામાં આવે છે. આવું થતાંની સાથે જ યુઝરના મોબાઈલમાં હાજર ઈ-વોલેટ અને મેસેજિંગ એપ વિશેની માહિતી સાયબર ઠગ્સ પાસે જાય છે.
  • તેઓ સરળતાથી તમારા મોબાઈલ વોલેટ અને મેસેજિંગ એપનો ક્લોન તેમના મોબાઈલમાં ડાઉનલોડ કરી લે છે.
  • ક્લિક કર્યા પછી, ઠગ સરળતાથી બેંક ખાતા સાથે જોડાયેલ ફોન નંબર જાણી લે છે.
  • આ સિવાય છેતરપિંડી કરનારા ઈમેલ આઈડી અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સહિતની તમામ અંગત માહિતી લઈને છેતરપિંડી કરી શકે છે.

બાબતોનું રાખો ધ્યાન

1. 5G માટે સિમ અપગ્રેડનો મેસેજ આવે તો સાવચેતી રાખો.

2. તમને કોઈ અજાણ્યો મેસેજ અને લિંક મળે તો ક્લિક કરવું નહીં.

3. ID, PIN, પાસવર્ડ, CVV કોડ, OTP જેવી માહિતી આપવી કે ભરવી નહીં.

4. ફ્રોડ થાય તો ભારત સરકારના હેલ્પલાઈન નંબર 1930 પર કોલ કરવો જોઈએ.

5. કોઈપણ પ્રકારના સાયબર ફ્રોડના કિસ્સામાં તમે http://cybercrime.gov.in પર ફરિયાદ નોંધાવી શકો છો.

આ પણ વાંચોઃ

Sarkari Naukari : આ પોસ્ટ્સ પર બમ્પર ભરતી, જાણો કેવી રીતે કરશો અરજી

આ પણ વાંચોઃ

“Global Connect Mission 84″/ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ અંતર્ગત ઘાના ડેલીગેશન સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ

SHARE

Related stories

Latest stories