- Kisan Parivahan Yojana:આઇ-ખેડૂત પોર્ટલ ઉપર અરજી દ્વારા રાજયનો કોઇ પણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતાદીઠ સહાય મેળવી શકશે
- સુરત:મંગળવાર રાજ્યના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા સતત કાર્યરત રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ પૈકી કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવાના અને રાજ્યના ખેડૂતો ગુડ્ઝ કેરેજ વાહન વસાવી શકે તે હેતુથી વર્ષ ૨૦૨૦-‘૨૧થી ‘કિસાન પરિવહન યોજના’ અમલી બનાવી છે.
- રાજ્યના ખેડૂતોને તેઓની ખેત પેદાશોને બજારોમાં પહોંચાડવા ઘણી વખત પરિવહન માટે વાહન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
- ખેત પેદાશોની પરિવહન સરળતા માટે કિસાન પરિવહન યોજના હેઠળ મીડિયમ સાઇઝના ગુડ્ઝ કેરેઝ વાહનની ખરીદી ઉપર નાણાંકીય સહાય આપવામાં આવે છે.
- કિસાન પરિવહન યોજના હેઠળ સુરત જિલ્લામાં ૧૯ લાભાર્થીઓને રૂ.૧૩.૫૦ લાખની સહાય ચૂકવવામાં આવી છે.
- રાજયનો કોઇ પણ ખેડૂત પાંચ વર્ષમાં એક વખત આ યોજનામાં ખાતાદીઠ સહાય મેળવી શકે છે.
Kisan Parivahan Yojana: ખેડૂતે ખાતા દ્વારા એમ્પેનલ થયેલુ કંપનીનું મોડલ ખરીદવાનું રહે છે.
- કિસાન પરિવહન યોજના અંતર્ગત નાના/સિમાંત મહિલા/અનુ.જાતિ/ અનુ જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે અને સામાન્ય/ અન્ય ખેડૂતોને કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/- બે માંથી ઓછુ હોય તે પ્રમાણે લાભ આપવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતે આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) ઉપર અરજી કરી તેની નિયત પધ્ધતિ અનુસરીને લાભ મેળવવાનો રહેશે.
ખેડૂત ખાતેદાર યોજનાકીય ઠરાવને આધીન આ યોજનાનો લાભ લઇ શકે છે.
- આ યોજના માટે સંબંધિત જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીનો સંપર્ક કરવાનો રહે છે, જેની માહિતી આઇ-ખેડૂત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/Public/frm_Public_Contacts aspx) ઉપર ઉપલબ્ધ છે.
આ પણ વાંચો :
Self Employed/મહિલા સ્વ-સહાય જુથોના ઉત્થાન માટે ‘રાખી મેળો’-૨૦૨૩
આ પણ વાંચો :
Establishment Of Sakhi Mandal/શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા