HomeAutomobilesChandryaan 3 News : પૃથ્વી થી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય?...

Chandryaan 3 News : પૃથ્વી થી ચંદ્ર સુધી સીડી દ્વારા જઈ શકાય? સીડી થી ચંદ્ર પર પહોંચવામાં કેટલો સમય લાગશે? જાણો આ અહેવાલમાં-India News Gujarat

Date:

  • Chandryaan 3 News : 23 ઓગસ્ટ, 2023નો દિવસ ઈસરો અને તમામ ભારતીયો માટે ઐતિહાસિક બની જશે.
  •  આ દિવસે સાંજે 6 વાગ્યે ચંદ્રયાન ચંદ્રની સપાટી પર લેન્ડ થશે.
  •  તેવામાં સવાલ એ થાય કે ચંદ્ર અને પૃથ્વી વચ્ચે સીડી બનાવીને માણસ ચંદ્ર સુધી પહોંચી શકે કે નહીં ? ચાલો જાણીએ આ અટપટા સવાલનો રસપ્રદ જવાબ.
  • ભારતની સ્પેસ એજન્સી ઈસરો અને અમેરિકાના નાસા સહિત દુનિયાભરની સ્પેસ એજન્સી ચંદ્ર પર પહોંચવાની રેસમાં છે.
  • મિશન ચંદ્રયાન 3ને કારણે ઈસરો, ભારત અને ચંદ્ર આખી દુનિયામાં ભારે ચર્ચામાં છે.
  • લગભગ 40-42 દિવસની યાત્રા પૂરી કરીને ચંદ્રયાન 3, 23 ઓગસ્ટના દિવસે ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે.
  • ત્યારે પ્રશ્ન એ પણ થાય કે શું પૃથ્વીથી  Moon સુધીની સીડી બનાવીને માણસ ચંદ્ર સુધી પહોંચી શકે ?
  • આ સવાલ થોડો અટપટો છે, પણ તેનો જવાબ જણાવાની જિજ્ઞાસા દરેક વ્યક્તિને હશે જ. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર 384,400 કિલોમીટર છે.
  • પૃથ્વીથી ચંદ્રનું અંતર 3 લાખ 84 હજાર 400 કિલોમીટર છે, જે પૃથ્વીના વ્યાસ કરતાં લગભગ 30 ગણું છે. તેની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો પોતાનો પ્રકાશ નથી. તે સૂર્યપ્રકાશથી પ્રકાશિત થાય છે.
  • એવી સ્થિતિ પણ આવે છે જ્યારે ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર સૌથી ઓછું હોય છે. આ સ્થિતિને પેરીજી કહેવામાં આવે છે. પેરીજી વખતે ચંદ્ર પૃથ્વીથી આશરે 363,104 કિલોમીટર (225,623 માઇલ) દૂર હોય છે.

Chandryaan 3 News:પૃથ્વીથી ચંદ્ર સુધીની લાંબી સીડી બનાવવી શક્ય છે ?

  • પૃથ્વી પરથી ચંદ્ર સુધીની લાંબી સીડી બનાવવી સૈદ્ધાંતિક રીતે શક્ય છે, પરંતુ આ પ્રક્રિયા અતિ મુશ્કેલ અને ખર્ચાળ હશે.
  •  લગભગ 384,000 કિલોમીટર સુધીની સીડી બનાવવા માટે અવકાશની કઠોર પરિસ્થિતિઓનો પણ સામનો કરવો પડશે.
  • આજથી વર્ષો બાદ અતિ અદ્યતન ટેકનોલોજી અને સંસાધનોની મદદથી આવી સીડી બનાવી શકાશે, પણ હાલની પરિસ્થિતિમાં આ કામ અશક્ય છે.

ચંદ્ર પર જવા માટે કેટલી સીડીઓ લાગશે?

  • પૃથ્વીથી ચંદ્ર સુધીની યાત્રા સીડીની મદદથી પૂરી કરવા માટે લગભગ 33 મિલિયન સીડીની જરુર પડશે.
  • આ દરેક સીડીની લંબાઈ લગભગ 3 ફીટ જેટલી હોવી જરુરી છે.
  • એકની ઉપર એક, આમ 33 મિલિયન સીડી ગોઠવીને પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકાશે.

ચંદ્ર સુધી સીડી ચઢવામાં કેટલો સમય લાગશે ?

  • આ પ્રક્રિયા લગભગ 79,633.33 કલાકના નોન-સ્ટોપ ક્લાઇમ્બીંગ સમાન છે.
  • દિવસમાં 9 કલાક ખાવા અને સૂવાના 29,862.5 કલાક સાથે, લગભગ 109,495.83 કલાક અથવા તો લગભગ 12.5 વર્ષમાં તમે સીડીની મદદથી પૃથ્વીથી ચંદ્ર સુધી પહોંચી શકશો.
  •  એટલે કે પૃથ્વી-ચંદ્ર વચ્ચે સીડી બનાવવાનો વિચાર ખર્ચાળ અને સમયનો વ્યય કરશે.

આ પણ વાંચો : 

Live Telecast of Chandrayaan 3: ચંદ્રયાન-3 મિશન માટે 23 ઓગસ્ટ ની સાંજે ખુલશે શાળા ઓ, વિદ્યાર્થી ઓ લાઈવ જોશે લેન્ડિંગ

આ પણ વાંચો : 

ISRO Jobs: ઈસરોની ભરતી પરીક્ષા રદ કરવામાં આવી, ટૂંક સમય માં જાહેર કરવામાં આવશે નવી તારીખ

SHARE

Related stories

Latest stories