સુરત ની ડાયમંડ હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ થતા રેકોર્ડ
સુરત ના નાના વરાછા વિસ્તાર માં આવેલ ચીકુવાડી ખાતે ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ થતા રેકોર્ડ સર્જાયો હતો..હોસ્પિટલના 10 વર્ષ ના ઇતિહાસ મા પ્રથમ વખત એક સાથે એક જ દિવસે 30 પ્રસુતિ થતા હોસ્પિટલ દ્વારા નવો રેકોર્ડ બનાવાયો હતો..હોસ્પિટલમાં એક સાથે 30 પ્રસુતિ મા એક જોડિયા બાળક મળી કુલ 31 બાળકો એ જન્મ લેતા હોસ્પિટલ બાળકો ની કિલકારીથી ગુંજી ઉઠી હતી..
સુરત શહેર એટલે હીરા નગરી અને હીરા નગરી મા કામ કરતા એવા તમામ રત્નકલાકારો માટે સુરત ડાયમંડ એસોસિએશન ટ્રસ્ટ હોસ્પિટલ આજ થી 10 વર્ષ પહેલાં શરૂ કરાઇ હતી..જેમાં રાહત દરે સારવાર આપવામાં આવે છે ..આ હોસ્પિટલમાં બાળકીઓ ને બોન્ડ પણ વિતરણ કરવામાં આવે છે. અને પ્રસુતિ ચાર્જ પણ ખૂબ ઓછો હોવાથી સમગ્ર દક્ષિણ ગુજરાત અને દૂર દૂર થી મહિલાઓ પ્રસુતિ કરવા ડાયમંડ હોસ્પિટલમાં આવે છે. .અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા અનેક રેકોર્ડ હોસ્પિટલના નામે કરાય છે..જેમાં પથરી, ઓપરેશન સફળ સર્જરી સહિત અનેક રેકોર્ડ બનાવ્યા છે ત્યારે વધુ એક રેકોર્ડ હોસ્પિટલે પોતાના નામે કર્યો છે અને એક જ દિવસે 30 જેટલી પ્રસુતિ હોસ્પિટલમાં થઈ હતી…જેમાં એક જોડિયા બાળકો મળી એકજ દિવસે કુલ 31 તંદુરસ્ત બાળકો એ જન્મ લેતા હોસ્પિટલ ના 10 વર્ષ દરમ્યાનના ઇતિહાસ માં પ્રથમ વખત રેકોર્ડ સર્જાયો હતો..જન્મેલા 31 બાળકો મા 17 દીકરી અને 14 દીકરા નો સમાવેશ થાય છે…
સુરત ડાયમંડ એસોસિએશન સંચાલિત માતૃશ્રી રામુબા તેજાણી અને શાંતાબા વિડીયા અને ડાયમંડ હોસ્પિટલ ના નામે ઓળખાતી આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી નો ચાર્જ માત્ર 1800 રૂપિયા છે. અને દીકરીનો જન્મ થાય એટલે કોઈ પણ પ્રકાર નો ચાર્જ લેવામાં આવતો નથી..તેમજ સિઝેરિયન નો ચાર્જ 5000 રૂપિયા છે..આ હોસ્પિટલ દ્વારા બેટી બચાવો અભિયાન અંતર્ગત જો કોઈ પણ દંપતી ને એક કરતાં વધુ દીકરી નો જન્મ થાય તો હોસ્પિટલ તરફ થી 1 લાખ રૂપિયા નો બોન્ડ આપવામાં આવે છે. ..અત્યાર સુધી ડાયમંડ હોસ્પિટલ દ્વારા 2 હજાર દીકરીઓ ને કુલ 20 કરોડ ના બોન્ડ અર્પણ કર્યા છે. હોસ્પિટલ ના આ ઉમદા કાર્ય ને જોઈ દૂર દૂર થી લોકો હોસ્પિટલમાં આવે છે..