શુક્રવારે ભારતના મિશન મૂન ચંદ્રયાન-3એ ચંદ્રનો એક વીડિયો શેર કર્યો હતો. આ વિડિયો ભારતીય અવકાશ સંશોધન સંસ્થા એટલે કે ISROએ તેના X (અગાઉ ટ્વિટર) પર શેર કર્યો છે. આ વીડિયો 15 અને 17 ઓગસ્ટના રોજ લેવામાં આવ્યો છે જેમાં ચંદ્રની સપાટી જોઈ શકાય છે.
ખાડાઓ દેખાય છે
વીડિયોમાં ચંદ્રની સપાટી પર ઘણા ખાડાઓ દેખાય છે. વાસ્તવમાં આ વીડિયો ચંદ્રયાન 3ના લેન્ડરના કેમેરા દ્વારા મોકલવામાં આવ્યો છે. 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા દ્વારા વીડિયો કેપ્ચર કરવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જે 17 ઓગસ્ટે કેપ્ચર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે, ચંદ્રયાન 3 એ શુક્રવારે વધુ એક મોટો માઈલસ્ટોન પાર કર્યો છે. લેન્ડર મોડ્યુલે સફળતાપૂર્વક ડિબૂસ્ટિંગ ઓપરેશન પાર પાડ્યું હતું, જેના પછી તેની ભ્રમણકક્ષા 113 કિમી x 157 કિમી થઈ ગઈ છે. ઈસરોએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. ઈસરોએ જણાવ્યું છે કે ડીબૂસ્ટિંગ ઓપરેશન 20 ઓગસ્ટે બપોરે 2 વાગ્યે કરવામાં આવશે.
ચંદ્રયાન ક્યારે ઉતરશે?
ISRO દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો 15 ઓગસ્ટના રોજ લેન્ડર પોઝિશન ડિટેક્શન કેમેરા (LPDC) દ્વારા લેવામાં આવી હતી. લેન્ડર ઇમેજર કેમેરા-1 એ 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન મોડ્યુલથી લેન્ડર મોડ્યુલને અલગ કર્યા પછી કેટલીક તસવીરો પણ લીધી હતી. લેન્ડર મોડ્યુલમાં લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાનનો સમાવેશ થાય છે, જે ચંદ્રની સપાટીની નજીકની ભ્રમણકક્ષામાં ઉતરે છે. જાણકારી અનુસાર, 23 ઓગસ્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે.