HomeGujaratડોકટર અને કંમ્પાઉન્ડરે નર્સ સાથે કર્યુ ગેંગરેપ....

ડોકટર અને કંમ્પાઉન્ડરે નર્સ સાથે કર્યુ ગેંગરેપ….

Date:

ચંપારણ જિલ્લામાં એક ખાનગી નર્સિંગ હોમમાં ડોક્ટરો અને કમ્પાઉન્ડરો દ્વારા એક નર્સ પર સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. પીડિતા મોતિહારીના જાનકી સેવા સદન નર્સિંગ હોમમાં કામ કરતી હતી.

આરોપી ડૉક્ટર અને અન્ય સ્ટાફ ફરાર છે જ્યારે પોલીસે કમ્પાઉન્ડરની ધરપકડ કરી છે. આ કેસમાં પીડિતાની માતાએ ડો. જયપ્રકાશ દાસ સહિત અન્ય પાંચ લોકો સામે કેસ દાખલ કર્યો છે. 30 વર્ષીય પીડિતા વિધવા હતી અને તેને ચાર વર્ષનું બાળક હતું. પીડિતાની માતાના જણાવ્યા અનુસાર, મંતોષ કુમાર આ કૃત્યમાં સામેલ ડૉ. જયપ્રકાશ દાસ સાથે મળીને નર્સિંગ હોમ ચલાવતો હતો.

SHARE

Related stories

Latest stories