ગુજરાતમાં કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનના કારણે શ્રમિકો મુશ્કેલીમાં મુકાયાં છે. ત્યારે પશુઓની હાલત પણ દયનીય બની છે. તેમજ ઘાસચારાની અછત સર્જાઈ છે. દરમિયાન બનાસકાંઠામાં બાઈવાડા ગામના એક ખેડૂતે પોતાના બાજરીના ખેતરમાં 400થી વધારે ગાયોને ચરાવી હતી. ઘાસચારની શોધમાં કેટલાક પશુપાલકો નિકળ્યાં હોવાની જાણ થતા જ ખેડૂતે પોતાના ખેતરમાં બાજરીના ઉભા પાક ગાયોને ચરવા માટે આપી દીધો હતો. ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક પાશુપાલકો પાણી અને ઘાસચારાની શોધમાં હિજરત કરીને બનાસકાંઠામાં આવ્યાં છે.
લોકડાઉન ના કારણે માણસો ની સાથે સાથે પશુઓની પણ હાલત કફોડી બની છે દર વર્ષે ઉનાળામાં રાજસ્થાનમાં ઘાસચારો અને પાણીની તંગી સર્જાતા અને પશુપાલકો હિજરત કરી ગુજરાતમાં આવતા હોય છે આ વર્ષે પણ અનેક લોકો રાજસ્થાનથી ગુજરાત આવ્યા હતા પણ અહીં લોકડાઉન હોવાના કારણે ઘાસચારો ની અછત વર્તાતા પશુપાલકો ની હાલત કફોડી બની હતી ત્યારે ડીસા તાલુકા ના બાઇવાડા ગામે ઢેગાભાઈ રબારીએ તેમના ખેતરમાં ઉભેલી બાજરીના પાકને 400 પશુઓના હવાલે કર્યો હતો. ઘાસચારાની શોધમાં નીકળેલા પશુપાલકોની હલત જોઈ ખેડૂતે આ નિર્ણય કર્યો હતો.