સ્વતંત્રતા દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પર લોકોને તેમની ડીપી બદલવા અને તિરંગો ઝંડો લગાવવાની અપીલ કરી છે. વડા પ્રધાન મોદીએ રવિવારે (13 ઑગસ્ટ) ટ્વિટ કર્યું અને લોકોને દેશ સાથેના સંબંધોને ગાઢ બનાવવાની દિશામાં સહકાર આપતા આ પગલું ભરવાનું કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વિટર હેન્ડલ પરથી એક પોસ્ટમાં, તેમણે કહ્યું, ‘હર ઘર તિરંગા ચળવળની ભાવનામાં, ચાલો આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની ડીપી બદલીએ અને દેશ સાથેના આપણા સંબંધોને મજબૂત અને ગાઢ બનાવવામાં યોગદાન આપીએ.’ પીએમ મોદીએ સ્વતંત્રતા દિવસ પર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ફેસબુક અને ટ્વિટરનો ડીપી બદલ્યો છે અને હવે તેમના ડીપી પર ત્રિરંગા ઝંડાનો ફોટો છે
ગુજરાતમાં એક કરોડથી વધુ ઘરો પર તિંરગો
ગત વર્ષે આ અભિયાનમાં સૌ સાથે મળીને દેશભક્તિના રંગે રંગાયા હતાં. આજે તિરંગા સાથે અહીં હાજર જનમેદની જોઈને ‘મારી માટી, મારો દેશ’ અભિયાન પણ સફળ થતું દેખાઈ રહ્યું છે. ગત વર્ષે દેશના દરેક ઘર પર જોશભેર તિરંગો લહેરાવવામાં આવ્યો હતો. ગુજરાતમાં પણ આ વર્ષે એક કરોડથી વધુ ઘરો પર તિરંગો લહેરાવવા અને ગામેગામથી માટીને એકત્રિત કરીને વડાપ્રધાન સુધી પહોંચાડવા માટે લોકો ઉત્સાહભેર આ અભિયાનમાં ભાગ લઈ રહ્યા છે. આ સાથે જ મંત્રીએ હાજર જનમેદનીને પોતાના ઘર પર તિરંગો ફરકાવીને તેની સેલ્ફી ઓનલાઇન અપલોડ કરીને આ અભિયાનમાં સહભાગી બનવા આહવાન કર્યું હતું.