શરીરને સ્વસ્થ રાખવા માટે આપણી ખરાબ આદતોને સુધારવી ખૂબ જરૂરી છે. રૂટિનની આપણી ખરાબ આદતોને કારણે આપણે અનેક મુશ્કેલીઓમાં મુકાઇ શકીએ છીએ. આજની આ લાઇફ સ્ટાઇલમાં દરેક લોકો એવું ઇચ્છતા હોય છે કે હું ફિટ એન્ડ ફાઇન રહું, પરંતુ પછી આ વાતને અમલમાં મુકતા નથી જેના કારણે અનેક સમસ્યાઓ થઇ શકે છે. આમ વાત કરવામાં આવે તો વ્યક્તિને પોતાના કામમાંથી પ્રોપર સમય ના મળવાને કારણે લંચ એટલે કે બપોરનું ભોજન મોડું કરતા હોય છે. જો કે રેસીઓ બહુ વધારે છે જેમાં બહુ બધી સંખ્યામાં લોકો બપોરનું ભોજન મોડા કરતા હોય છે. બપોરનું ભોજન મોડા કરવાથી પેટ સંબંધીત સમસ્યાઓથી તમે હેરાન થઇ જાવો છો. આ માટે બપોરનું ભોજન સમયે કરવુ ખૂબ જરૂરી છે. તો આજે અમે તમને જણાવીશું કે મોડા ભોજન કરવાથી હેલ્થને શું નુકસાન થાય છે. તો જાણો આ વિશે બોલિવૂડ સેલેબ્સના ફેવરેટ ન્યૂટ્રિશનિસ્ટ ઋજુતા દિવેકર પાસેથી.
બપોરનું ભોજન મોડા જમવાથી શું નુકસાન થાય છે.એસિડિટી: બપોરે 11 થી 1ની વચ્ચે સાચા સમયે તમે લંચ કરતા નથી તો પેટમાં એસિડિટીની સમસ્યા થઇ શકે છે. લંચ માટેનો બેસ્ટ સમય બપોરના 11 થી 1 વાગ્યાનો છે. ઋજુતા દિવેકરનું કહેવુ છે કે બપોરનો જમવાનો સમય તમે યોગ્ય ટાઇમે લેતા નથી તો પાચન સંબંધીત સમસ્યાઓ થઇ શકે છે. એવામાં પેટની બીમારીઓથી તમે બચવા ઇચ્છો છો તો ખાસ કરીને લંચ સાચા સમયે લેવાનું રાખો. પેટમાં જ્યારે એસિડિટી થાય ત્યારે એને મેડિકલ ભાષામાં ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ ડિસીઝ તેમજ એસિડ રિફ્લક્સ ડિસીઝ કહેવામાં આવે છે.માથાનો દુખાવો: તમને આ વાત જાણીને નવાઇ લાગશે કે તમે બપોરનું ભોજન મોડા કરો છો તો માથુ દુખાવાની ફરિયાદ સતત રહે છે. આમ, લંચ ના કરવાને કારણે માથુ દુખ્યાની ફરિયાદ સતત રહેતી હોય છે જે પાછળનું મુખ્ય કારણ ભૂખ છે. ભોજન મોડા કરવાથી બ્લડમાં સુગર લેવલ ઓછુ થઇ શકે છે જેના કારણે ટ્રિગર થઇ શકે છે