સુરેન્દ્રનગર-દુધરેજ સંયુક્ત નગરપાલિકાના ભાજપ કોર્પોરેટર વિશાલ જાદવના ઘરેથી વિદેશી દારૂની 16 બોટલો મળી આવતા સ્થાનિક રાજકરણમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. ભાજપ કાર્યકર્તા અને કોર્પોરેટર વિશાલ જાદવ પોતે જ દારૂની હેરફેર કરતા હોવાની બાતમીને આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેના ઘરે દરોડા પાડ્યાં હતા.
આ દરોડા દરમિયાન જૂની હાઉસિંગ સોસાયટીમાં આવેલા વિશાલ જાદવના ઘરમાંથી વિદેશી બ્રાન્ડની દારૂની 16 બોટલો મળી આવી હતી. સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભાજપ કોર્પોરેટર વિશાલ જાદવ સામે સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.