HomeWorldFestivalWorld Tribal Day/'તા.૯ ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસ': મહુવા જિ.સુરત/India News Gujarat

World Tribal Day/’તા.૯ ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસ’: મહુવા જિ.સુરત/India News Gujarat

Date:

‘તા.૯ ઓગષ્ટ-વિશ્વ આદિવાસી દિવસ’: મહુવા જિ.સુરત

આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા મહુવા તાલુકાના ભગવાનપુરા ખાતે ‘વિશ્વ આદિવાસી દિવસ’ની ઉજવણી કરાઈ

આદિવાસીઓના વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર : બારડોલી ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર-ધારાસભ્ય મોહનભાઇ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિ

પરંપરાગત ડાંગી નૃત્યો તથા જનકલ્યાણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી પત્રો અર્પણ કરાયા

વિશ્વના ધ્યાનાકર્ષણ માટે ૧૯૯૪માં સયુંકત રાષ્ટ્ર સંઘ (UNO)ની મહાસભા દ્વારા પ્રતિ વર્ષ ૯ ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકાના ભગવાનપુરા શોપિંગ સેન્ટર ખાતે ધારાસભ્યો ઈશ્વરભાઈ પરમાર અને મોહનભાઈ ઢોડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ અવસરે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારે જણાવ્યું હતું કે, આદિવાસીઓના વિકાસ અને સમૃધ્ધિનો માર્ગ એટલે ગુજરાત સરકાર. આ વર્ષે રાજ્યના બજેટમાં આદર્શ નિવાસી શાળાઓ, આશ્રમશાળાઓ તેમજ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ શાળાઓના આશરે દોઢ લાખ વિદ્યાર્થીઓ માટે ૬૬૭ કરોડ રૂપિયાની જોગવાઇ કરવામાં આવી છે.
વધુમાં પરમારે કહ્યું કે, ગુજરાતમાં અંબાજીથી ઉમરગામ સુધીની પૂર્વ પટ્ટીના ૩૦૫૨ ગામોને આવરી લેતી રાજ્ય સરકારે કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. રાજ્યના ખેડૂતો માટે વાવણીથી લઈને વેચાણ સુધીની તમામ પ્રક્રિયાનું સુચારૂ આયોજન કર્યું છે.
પ્રેરક ઉદ્બોધન કરતા મોહનભાઈ ઢોડીયાએ કહ્યુ કે, પ્રત્યેક આદિવાસી બંધવના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સફળ નેતૃત્વમાં આદિવાસી જનસમૂહને કેન્દ્રમાં રાખી વિકાસ માટે કરોડોની જોગવાઈઓ અને તેનો અમલ થતો રહે છે. આદિવાસી બાળકો માટે ગુણવત્તાસભર ઉચ્ચ શિક્ષણ, આદિવાસી પરિવારો માટે પાકા આવાસ, પાણી, આરોગ્ય ઉપરાંત વન અધિકારો થકી રાજ્યના સમગ્ર આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ થયો છે.
આ પ્રસંગે ધારાસભ્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે મહુવા તાલુકાના આદિજાતિ લાભાર્થીઓને વિવિધ યોજનાઓ હેઠળ સાધન સહાયના ચેકો તથા મંજૂરી પત્રો અર્પણ કરાયા સાથે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત આદિવાસી સાંસ્કૃતિક કૃતિ, ડાંગી નૃત્યો રજૂ કરાયા હતા. વિશ્વ આદિવાસી દિનની ઉજવણી અંતર્ગત હાથમાં દીવા સાથે સામૂહિક પ્રતિજ્ઞા દ્વારા દેશવ્યાપી ‘મારી માટી,મારોદેશ’ અભિયાનનો પ્રારંભ પણ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને તાપી જિલ્લામાં ગુણસદા ખાતે આયોજિત વિશ્વ આદિવાસી દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત નિદર્શન સૌએ નિહાળ્યું હતું.
આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પી.સી.મહાલા, બારડોલી તા.પં.પ્રમુખ હિતેન્દ્રભાઇ પટેલ, મહુવા મામતદાર એચ.એ.શેખ, કામરેજ પ્રાંત અધિકાર સાવલીયા, નાયબ કાર્યપાલક ઈજનેર અક્ષયભાઈ, તાલુકા સંગઠન પ્રમુખ હિતેશભાઈ નાયક, સરપંચઓ, આચાર્ય, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ સહિત આદિવાસી બાંધવો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories