Date:

HDFC Bank Hikes Loan Costs : હવે ચૂકવવી પડશે વધારે EMI, જાણો કેટલા વ્યાજદર વધ્યા-India News Gujarat

  • HDFC Bank hikes loan costs : આ જાણીતી BANKમાંથી લોન લેવી મોંઘી થઈ ગઈ છે કારણ કે બેંક દ્વારા લોનના વ્યાજ દર(HDFC Bank Loan Rates)માં વધારો કરવામાં આવ્યો છે.
  • આ વધારો અલગ અલગ સમયગાળા માટે છે જે 15 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.15 ટકા સુધી કરવામાં આવ્યો છે.
  • HDFC બેંકની વેબસાઈટ અનુસાર આ નવા વ્યાજ દરો 7 ઓગસ્ટ 2023થી અમલમાં આવ્યા છે.
  •  HDFC Bank માંથી લોન લેવી મોંઘી થઈ ગઈ છે કારણ કે બેંક દ્વારા લોનના વ્યાજ દર(HDFC Bank Loan Rates)માં વધારો કરવામાં આવ્યો છે.
  •  આ વધારો અલગ અલગ સમયગાળા માટે છે જે 15 બેસિસ પોઈન્ટ્સ એટલે કે 0.15 ટકા સુધી કરવામાં આવ્યો છે.
  •  HDFC BANK ની વેબસાઈટ અનુસાર આ નવા વ્યાજ દરો 7 ઓગસ્ટ 2023થી અમલમાં આવ્યા છે. એટલે કે, હવે જે પણ બેંકમાંથી લોન લેશે તેને વધુ વ્યાજ ચૂકવવું પડશે અને તેના કારણે તેણે વધુ EMI પણ ચૂકવવી પડશે.

HDFC Bank Hikes Loan Costs:નવા દરો શું છે?

  • બેંકના રાતોરાત MCLRમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.
  • આ વધારા બાદ વ્યાજ દર 8.25 ટકાથી વધીને 8.35 ટકા થઈ ગયો છે.
  • એક મહિનાના MCLRમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે, ત્યારબાદ વ્યાજ દર 8.45 ટકા થઈ ગયો છે, જે પહેલા 8.30 ટકા હતો.
  •  જો આપણે 3 મહિનાના MCLRની વાત કરીએ તો તેમાં લગભગ 10 બેસિસ પોઈન્ટ્સનો વધારો થયો છે, ત્યારબાદ વ્યાજ દર 8.60 ટકાથી વધીને 8.70 ટકા થઈ ગયો છે.
  • બેંકે 6 મહિનાના MCLRમાં 5 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે, જેના કારણે વ્યાજ દર હવે વધીને 8.95 ટકા થઈ ગયો છે.
  • અગાઉ આ વ્યાજ દર 8.90 ટકા હતો. એક વર્ષના સમયગાળા માટે MCLR હાલમાં 9.10 ટકા છે, જે અગાઉ 9.05 ટકા હતો. 
  • બે વર્ષ માટે બેંકનો વ્યાજ દર 9.15 ટકા છે અને ત્રણ વર્ષ માટે વ્યાજ દર 9.20 ટકા છે.

MCLR શું છે?

  • MCLR (Marginal cost of funds based lending rate) એ ન્યૂનતમ વ્યાજ દર છે જેની નીચે કોઈ પણ બેંક ગ્રાહકોને લોન આપી શકતી નથી.
  •  બેંકોએ દર મહિને રેટ વધાર્યો છે.બેંકે હાલમાં એક મહિનો, ત્રણ મહિના, છ મહિના, એક વર્ષ અને બે વર્ષનો MCLR જાહેર કરવો જરૂરી છે.
  • MCLR વધારવાનો અર્થ એ છે કે હોમ લોન, વાહન લોન જેવી સીમાંત ખર્ચ સંબંધિત લોન પર વ્યાજ દરો વધશે.
  •  HDFCના દરમાં વધારાથી નવા અને જૂના ગ્રાહકો માટે EMI પરના વ્યાજ દરો વધુ મોંઘા થશે, જેના કારણે EMI વધશે.
  • આ વધારો ફ્લોટિંગ વ્યાજ દર પર લાગુ થાય છે અને નિયત વ્યાજ દર પર. ઉપરાંત, MACLRમાં વધારો થયા પછી, EMI માત્ર રીસેટ તારીખે જ વધશે.

આ પણ વાંચી શકો:

HDFC Bank ના મર્જરને સ્ટોક એક્સચેન્જની મંજૂરી

આ પણ વાંચી શકો:

HDFC ચોથા ક્વાર્ટરમાં રૂ. 3,700 કરોડની કમાણી, રૂ. 30 ઇક્વિટી શેર ડિવિડન્ડ ચૂકવશે

SHARE

Related stories

Latest stories