ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને લોકસભા ચૂંટણી લડશે: ઇસુદાન ગઢવી:
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ મજબૂતીથી 2024ની લોકસભા ચૂંટણી લડશે.
જમીન કૌભાંડની તપાસ ED દ્વારા કરવામાં આવે: ઈસુદાન ગઢવી
અલગ અલગ યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને અલગ અલગ જમીન કૌભાંડોથી લઈને બીજા કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા: ઈસુદાન ગઢવી
2024 લોકસભા ચૂંટણીને હવે થોડો સમય બાકી રહ્યો છે.ત્યારે ભાજપને હરાવા માટે તમામ વિપક્ષ એકજુટ થઇને લડવા માટે રેડી છે.એવામાં ગુજરાતની 26 લોકસભા સીટ પર પૂર્ણ બહુમત મેળવા માટે ભાજપ કમરતોડ મહેનત કરી રહી છે.વિપક્ષ એક પણ મોકો ભાજપની આલોચના કરવા માટે છોડતું નથી.આ વખતની લોકસભા ચૂંટણી કહી શકાય કે કાંટે કી ટક્કર થવાની છે.
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધિત કરતા કહ્યું કે, ભાજપના શાસનમાં ભાજપના નેતાઓ દ્વારા મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કર્યા હોય એવા ઘણા ઉદાહરણ ભૂતકાળમાં આપણે જોયા છે. તાજેતરમાં ભાજપમાં ઉકળતો ચરું બહાર આવ્યો છે. જેમાં એવી વાત વહેતી થઈ છે કે અલગ અલગ યુનિવર્સિટીના ટેન્ડરોમાં અને અલગ અલગ જમીન કૌભાંડોથી લઈને બીજા કૌભાંડોમાં ભાજપના નેતાઓના નામ ઉછળ્યા હોય તેવી ચર્ચા છે. આ ઘટનાને પગલે ભાજપમાં રાજીનામાં પણ પડ્યા છે. રાજીનામાં પડવા એ ભાજપની આંતરિક વાત છે પરંતુ જ્યારે પ્રજાના ટેક્સના પૈસાનો હિસાબ નથી મળતો અથવા તો એ પૈસા કોઈ લઈ જાય છે અને એ વાતને લઈને જો રાજીનામાં પડતા હોય તો અમારું માનવું છે કે આ બાબતની તપાસ થવી જોઈએ.
ઈસુદાન ગઢવીએ ભાજપને દરેક મુદ્દે ઘેરવાનો પ્રત્યત્ન કર્યો હતો.હવે આ ગઠબંધન કેટલું યોગ્ય રહેશે શું ભાજપને હરાવામાં વિપક્ષ સફળ થશે.શું આ ગઠબંધનથી નેતાઓ શું લોકોને પોતાની વિચારધારા થી સહમત કરી શકશે??