HomeGujaratપંચમહાલના શહેરામાં પાણીની વિકટ સમસ્યાઃ પાણીના સ્તર ઊંડા ઉતર્યા

પંચમહાલના શહેરામાં પાણીની વિકટ સમસ્યાઃ પાણીના સ્તર ઊંડા ઉતર્યા

Date:

પંચમહાલઃ ગુજરાતમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીનો પોકાર શરૂ થયો છે. તેમજ અનેક ગામડાઓમાં મહિલાઓ પાણી લેવા માટે દૂર-દૂર જતી હોવાની ફરિયોદો ઉઠી છે. પંચમહાલ જિલ્લાના અનેક ગામોમાં પાણીનો કકળાટ શરૂ થયો છે. પંચમહાલ શહેરા તાલુકાના બીજા નંબરની વસ્તી ધરાવતુ ખોજલવાસા ગામમાં પીવાના પાણીની સમસ્યાથી સ્થાનિક ગ્રામજનો હેરાન પરેશાન છે ગામમાં પાણીને લગતી યોજના છે પરંતુ તેનું પાણી ના મળતા અહીની મહિલાઓ દુર સુધી હેન્ડ પંપ અને કૂવા ખાતે પીવાનુ પાણી ભરવા જતા હોય છે. કૂવા અને હેન્ડ પંપના પાણીના સ્તર ઊંડા જઈ રહ્યા હોવાથી પાણીની સમસ્યા વધુ વિકટ બનશે.

પંચમહાલના અનેક ગામોમાં પાણીના પોકાર ઉઠી રહ્યા છે ત્યારે શહેરા તાલુકાના ખોજલવાસા ગામમાં સુથાર ફલીયુ, વાદરીયા ફલીયુ સહિતના અન્ય વિસ્તારમાં ગ્રામજનો માટે પીવાના પાણીની સમસ્યાથી હેરાન પરેશાન છે ગામમાં હેન્ડ પંપ અને કૂવાના સ્તર ઊંડા જઈ રહ્યાં હોવાથી ખાસ કરીને મહિલાઓને પાણી ભરવા માટે દૂર સુધી જવુ પડતુ હોય છે તેમા અમુક હેન્ડ પંપમાં પાણી આવતું બંધ થઇ ગયુ છે જ્યારે ગામની મહિલાઓ ઘરનું અને ખેતરનું બધુ કામકાજ છોડીને કૂવા ખાતે પીવાનું પાણી ભરવા જતા હોય છે ત્યાં પણ પણ પાણી ભરવા લાંબી લાઇનો લાગતી હોય છે. હાલમાં કોરોનાનો કહેર હોવાથી પાણી ભરવા આવતી મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ રાખીને પીવા માટે પાણી ભરી રહી છે. અમુક સમયે પીવાના પાણી ભરવાના નંબરને લઈને મહિલાઓ અંદરો અંદર ઝગડી પણ હોય છે
ગામમાં પાણી યોજનાનું પાણી મળે તે માટે પાંચ વર્ષ પહેલા પાણીનો સંપ પણ બનાવામા આવ્યો હતો અને નળ કનેકશન ગામના વિવિધ ફળિયામાં આપવામાં આવ્યા હતા. પરંતુ ગામના લોકોને એક ટીપું પાણી હાલ મળતુ નથી. ગામમાં કૂવાના સ્તર પણ ઊંડા જતા અમુક કૂવા પાણી વગર ખાલી ખમ જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગ્રામજનોને પાણીની તકલીફના પડે તે માટે અનેક યોજના ફાળવામાં આવતી હોય છે પણ સમય જતા તંત્ર ના સરકારી બાબૂ ઓની બેદરકારી ના કારણે કે પછી આ તરફ ધ્યાન ના આપવાથી યોજના જોઈએ તેટલી સાર્થક થઇ શક્તિ નથી.

SHARE

Related stories

Latest stories