HomeGujaratમહીસાગરના લુણાવાડામાં ગુટખા ખરીદી માટે લાંબી કતારો જોવા મળી

મહીસાગરના લુણાવાડામાં ગુટખા ખરીદી માટે લાંબી કતારો જોવા મળી

Date:

મહીસાગરના લુણાવાડામાં ગુટખા ખરીદી માટે લાંબી કતારો જોવા મળી, લોકડાઉનના સમયમાં લોકો ઘરમાં જ પુરાઈ જતા લોકો વ્યસનની ટેવાયેલા લોકોની પાન મસાલા માટેની તલપ આશમાને પહોંચી હતી જેથી લોકડાઉન 4માં આશિંક રાહત મળતા વ્યસના બંધારણીઓ ગુટખાની દુકાનોએ ખરીદી માટે ઉમટ્યા હતા..આવા સમયે દુકાનદારો દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પણે પાલન ન કરાતા કોરાના ફેલાવાનો ખતરો વધી શકે છે સરેઆમ નિયમનોની ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું હોવાનું જોવા મળી રહ્યું છે..બીજી તરફ લોકોની જીવન જરૂરી ચીજવસ્તુઓ મળી રહે અને આર્થિક સંકટથી બચી રહેવા લોકડાઉનમાં થોડી છુટછાટ આપવામાં આવી છે ત્યારે ઉપયોગી વસ્તુઓની ખરીદી કરવાને બદલે લોકો ગુટખા અને પાનમસાલાને વધુ મહત્વ આપી રહ્યા છે તેવું જણાઈ રહ્યું છે..નવાઈની વાત તો એ છે કે ગુટખા ખરીદવાની હોડમાં પુરુષો સાથે મહિલાઓ પણ લાઈનમાં લાગેલી જોવા મળી રહી છે..

SHARE

Related stories

Latest stories