HomeGujarat"Har Ghar Dhayan, Har Ghar Yoga"/India News Gujarat

“Har Ghar Dhayan, Har Ghar Yoga”/India News Gujarat

Date:

સુરત શહેર પોલીસ દ્વારા ‘હર ઘર ધ્યાન, હર ઘર યોગ’ થીમ પર યોગશિબિર યોજાઈ

૫૦૦ થી વધુ પોલીસ અધિકારીઓ, પોલીસજવાનો યોગ-ધ્યાન શિબિરમાં જોડાયા

રાજ્યના રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ઉપક્રમે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, અઠવાલાઈન્સ ખાતે આજે વહેલી સવારે સુરત શહેર પોલીસ દ્વારા ‘હર ઘર ધ્યાન, હર ઘર યોગ’ થીમ પર શિબિર યોજાઈ હતી, જેમાં પોલીસ શાખાના ૫૦૦થી વધુ અધિકારીઓ, પોલીસ જવાનો જોડાયા હતા. સૌએ ચુસ્તદુરસ્ત રહેવા માટે વિવિધ ધ્યાનમુદ્રાઓ, યોગાસનો કર્યા હતા. આર્ટ ઓફ લિવિંગના યોગપ્રશિક્ષકો કલ્પેશ પાટિલ અને પ્રશાંત લાલચંદાનીએ યોગમુદ્રાઓ કરાવીને શિબિરનું સંચાલન કર્યું હતું.
પોલીસ કમિશનર અજયકુમાર તોમરના માર્ગદર્શન હેઠળ આયોજિત આ શિબિરમાં ક્રાઈમ બ્રાન્ચ, સાઈબર ક્રાઈમ, વિશેષ શાખા, ટ્રાફિક રિજીયન-(૧ થી ૪), ઈકો સેલ, મહિલા પોલીસ, એસ.સી./એસ.ટી.સેલ,કંટ્રોલરૂમ-પોલીસ હેડ ક્વાર્ટર, આઈયુસીએડબલ્યું બ્રાન્ચના પોલીસ અધિકારીઓ, કર્મચારીઓ શિબિરમાં જોડાયા હતા. સૌએ યોગ અને ધ્યાન દ્વારા શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ રહેવા સાથે ‘ફીટ ઇન્ડિયા’નો સંદેશ આપ્યો હતો.
આ યોગશિબિરમાં નાયબ પોલીસ કમિશનર(હેડક્વાર્ટર એન્ડ એડમિન) શ્રીમતી સરોજકુમારી, જેસીપી (ટ્રાફિક)ડી.એચ.પરમાર, એસીપી બિશાખા જૈન, એસીપી એમ.કે.રાણા, એસીપી જે.એ.પઠાણ સહિત પોલીસ અધિકારીઓએ પણ જોડાઈને સૌ અધિકારી-કર્મચારીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

SHARE

Related stories

Latest stories