2000ની નોટ સર્ક્યુલેશન બાદ વિપક્ષના નેતા ભાજપ સરકાર અને ખાસ કરીને પીએમ મોદી પર ભડકતા જોવા મળ્યા હતા, આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રિન્સિપલ સેક્રેટરી રહી ચૂકેલા નૃપેન્દ્ર મિશ્રાએ મોટુ નિવેદન આપ્યું છે. આ નૃપેન્દ્ર મિશ્રા કહે છે કે જ્યારે 2016માં નોટબંધી થઈ હતી, તે સમયે પણ પીએમ મોદી 2000ની નોટ લાવવાના પક્ષમાં ન હતા, કારણ કે તેમને લાગતું હતું કે તે રોજિંદા વ્યવહાર માટે યોગ્ય નથી. આવી સ્થિતિમાં કોંગ્રેસે આ નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે.કોંગ્રેસનું કહેવું છે કે માત્ર ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે 2016માં નોટબંધી બાદ 2000ની નોટ બજારમાં આવી હતી. જેને રિઝર્વ બેંકે ગત શુક્રવારે નોટિફિકેશન બહાર પાડીને તેને સર્ક્યુલેશનમાંથી બહાર કાઢવા માટે સૂચનાઓ જારી કરી છે.
જયરામ રમેશ નૃપેન્દ્ર મિશ્રા પર ગુસ્સે થયા
નૃપેન્દ્ર મિશ્રાના આ નિવેદન પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે પ્રતિક્રિયા આપી છે. જયરામ રમેશે ટ્વીટ કરીને લખ્યું કે ‘વડાપ્રધાનના ભૂતપૂર્વ ટોચના સહયોગી કહી રહ્યા છે કે સ્વયં ઘોષિત વિશ્વગુરુએ નવેમ્બર 2016માં જ 2000ની નોટનો વિરોધ કર્યો હતો. તેઓ આગળ કહેશે કે તેમના સલાહકારોએ તેમના પર નોટબંધી માટે પણ દબાણ કર્યું હતું. આ એક દયનીય ઢાંકપિછોડો કરવાનો પ્રયાસ સિવાય બીજું કંઈ નથી.
2000ની નોટ ચલણમાંથી બહાર
ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે 2000ની નોટને ચલણમાંથી બહાર કાઢવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જે અંતર્ગત 23 મેથી 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાંથી 2000 રૂપિયાની નોટ બદલી શકાશે. એક સમયે વધુમાં વધુ 10 નોટો એટલે કે માત્ર 20 હજાર રૂપિયાની નોટ જ બદલી શકાશે. રિઝર્વ બેંકે કહ્યું કે 2018-19માં જ બે હજારની નોટનું પ્રિન્ટિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Weather Update : તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે, દિલ્હી-NCRમાં હીટવેવ એલર્ટ – INDIA NEWS GUJARAT
આ પણ વાંચો : PM Modi Australia Visit : ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર PM મોદી, ક્વાડ સમિટમાં ભાગ લેશે – INDIA NEWS GUJARAT