HomeGujaratPM ACCOMMODATION/પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમરોલીના કરિશ્માબેન શ્રીવાસ્તવને મળ્યો કાયમી આશરો/INDIA NEWS...

PM ACCOMMODATION/પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમરોલીના કરિશ્માબેન શ્રીવાસ્તવને મળ્યો કાયમી આશરો/INDIA NEWS GUJARAT

Date:

સ્થાયી આવાસ સુવિધા મળતા હવે વારંવાર ભાડાના ઘર બદલવાની મુસીબતથી છુટકારો મળ્યો: લાભાર્થી કરિશ્માબેન શ્રીવાસ્તવ

પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમરોલીના કરિશ્માબેન શ્રીવાસ્તવને મળ્યો કાયમી આશરો

ગાંધીનગરમાં આયોજિત ‘અમૃત આવાસોત્સવ’માં વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવાસોના ઇ-લોકાર્પણ, ખાતમુહૂર્ત કર્યા હતા, જેના ભાગરૂપે સુરતના ગણેશપુરા, છાપરાભાઠા ખાતે ૬૧૬ આવાસોના લાભાર્થીઓને તેમના ઘરની ચાવી સોંપવામાં આવી હતી.
અમરોલીમાં રહેતા કરિશ્માબેન જિજ્ઞેશભાઈ શ્રીવાસ્તવને પોતાના સપનાના ઘરની ભેટ મળતા તેમનું વર્ષોનું સપનું પૂર્ણ થયું છે. આશરે ૧૫ વર્ષોથી ભાડે રહેતા કરિશ્માબેનના પતિ જિજ્ઞેશભાઈ રત્નકલાકાર છે અને ચાર વ્યક્તિઓના પરિવારનું પાલનપોષણ કરે છે.
આર્થિક રીતે નબળી પરિસ્થિતિ ધરાવતા શ્રીવાસ્તવ પરિવારને પી.એમ.આવાસ યોજના હેઠળ મકાન મળતા કાયમી આશરો મળતા કરિશ્માબેને આનંદ વ્યક્ત કર્યો હતો, તેઓ જણાવે છે કે, તેઓ ઘણા વર્ષોથી મૂડી બચાવી પાકું ઘર બનાવવા પ્રયાસો કરી રહ્યા હતા. પણ ઓછી આવક અને નબળી આર્થિક સ્થિતિના કારણે તે સ્વપ્ન પૂરૂ થઇ શક્યુ નહિં. વરસાદમાં તેમના ઘરમાં પાણી ગળવાની અને ભેજયુક્ત વાતાવરણમાં બાળકોને બિમારીઓ થવાની સમસ્યા સતાવતી હતી.
અત્યાર સુધી ૪ થી ૫ વાર ભાડાના ઘર બદલી ચૂકેલા શ્રીવાસ્તવ પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનાના EWS-૧ પ્રોજેક્ટ થકી પોતાનું કાયમી સરનામું મળી જતા આનંદિત કરિશ્માબેન જણાવે છે કે, પાકું ઘર મળતા હવે અમને કોઈ સમસ્યા નથી. ઘરમાં શાંતિથી રહીએ છીએ. આવાસના કારણે ચોમાસામાં પડતી સમસ્યાઓનું નિવારણ થયું છે. હવે અમને વારંવાર ભાડાના ઘર બદલવાની મુશ્કેલીથી સદંતર છુટકારો મળી ગયો છે એમ જણાવી પોતાના સ્વપ્નરૂપી ઘરની ચાવી મેળવી લાગણીસભર કરિશ્માબેન સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories