HomeGujaratPM on Tour to Gujarat: PM નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે –...

PM on Tour to Gujarat: PM નરેન્દ્ર મોદી આવતીકાલે ગુજરાતના પ્રવાસે – India News Gujarat

Date:

PM on Tour to Gujarat

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: PM on Tour to Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12મી મેના રોજ સવારે લગભગ 10:30 વાગ્યે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન ગાંધીનગરમાં અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેશે. ત્યાર બાદ ગાંધીનગરમાં બપોરે 12 વાગ્યે તેઓ આશરે રૂ. 4400 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. બપોરે 3 વાગ્યે વડાપ્રધાન ગિફ્ટ સિટીની મુલાકાત લેશે. India News Gujarat

વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ

PM on Tour to Gujarat: ગાંધીનગરમાં કાર્યક્રમ દરમિયાન રૂ. 2450 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. જેમાં શહેરી વિકાસ વિભાગ, પાણી પુરવઠા વિભાગ, માર્ગ અને પરિવહન વિભાગ અને ખાણ અને ખનીજ વિભાગના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે તેમાં બનાસકાંઠા જિલ્લામાં મલ્ટી વિલેજ પીવાના પાણી પુરવઠાની યોજનાઓ, અમદાવાદમાં રિવર ઓવરબ્રિજ, નરોડા GIDC ખાતે ડ્રેનેજ કલેક્શન નેટવર્ક, મહેસાણા અને અમદાવાદમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ, દહેગામમાં ઓડિટોરિયમ વગેરેનો સમાવેશ થાય છે. જે પ્રોજેક્ટનો શિલાન્યાસ થશે તેમાં જૂનાગઢ જિલ્લામાં જથ્થાબંધ પાઈપલાઈન પ્રોજેક્ટ, ગાંધીનગર જિલ્લામાં પાણી પુરવઠા યોજનાઓનું વિસ્તરણ, ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ, નવા પાણી વિતરણ સ્ટેશન, વિવિધ ટાઉન પ્લાનિંગ રસ્તાઓ વગેરેનો સમાવેશ થાય છે. India News Gujarat

PMAY પ્રોજેક્ટ્સનું કરશે ઉદ્ઘાટન

PM on Tour to Gujarat: વડાપ્રધાન PMAY (ગ્રામીણ અને શહેરી) પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે, તેમજ યોજના હેઠળ બાંધવામાં આવેલા લગભગ 19,000 ઘરોના ગૃહ પ્રવેશમાં ભાગ લેશે. તેઓ કાર્યક્રમ દરમિયાન યોજનાના લાભાર્થીઓને ચાવીઓ સોંપશે. આ પ્રોજેક્ટ્સનો કુલ ખર્ચ 1950 કરોડ રૂપિયા છે. વડાપ્રધાન ‘ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક-સિટી’ (ગિફ્ટ સિટી), ગાંધીનગરની મુલાકાત લેશે. મુલાકાત દરમિયાન તેઓ ગિફ્ટ સિટી ખાતે ચાલી રહેલા વિવિધ પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરશે. ગિફ્ટ સિટીમાં તેમના અનુભવ અને ભાવિ યોજનાઓને સમજવા માટે GIFT IFSC એન્ટિટી સાથેની વાતચીત પણ કરશે. પ્રધાનમંત્રી ‘અંડરગ્રાઉન્ડ યુટિલિટી ટનલ’ અને ‘ઓટોમેટેડ વેસ્ટ કલેક્શન સેગ્રિગેશન પ્લાન્ટ’ સહિત શહેરની મુખ્ય માળખાકીય સુવિધાઓની પણ મુલાકાત લેશે. India News Gujarat

અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશન

PM on Tour to Gujarat: વડાપ્રધાન અખિલ ભારતીય શિક્ષા સંઘ અધિવેશનમાં ભાગ લેશે, જે અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક મહાસંઘનું 29મું દ્વિવાર્ષિક સંમેલન છે. આ કોન્ફરન્સની થીમ ‘ટીચર એટ ધ હાર્ટ ઓફ ધ ટ્રાન્સફોર્મિંગ એજ્યુકેશન’ છે. India News Gujarat

PM on Tour to Gujarat

આ પણ વાંચોઃ National Technology Day: વડાપ્રધાન મોદીએ કર્યા અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ – India News Gujarat

આ પણ વાંચોઃ Big Judgment of Supreme Court: ટ્રાન્સફર અને પોસ્ટિંગનો અધિકાર મળ્યો – India News Gujarat

SHARE

Related stories

Latest stories