Homemade Aloe Vera Gel : આ દિવસોમાં વધતા પ્રદૂષણ અને બદલાતી જીવનશૈલીના કારણે લોકો ત્વચા અને વાળને લગતી અનેક સમસ્યાઓનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે એલોવેરા જેલ સૌથી અસરકારક માનવામાં આવે છે. તમને જણાવી દઈએ કે એન્ટીઓક્સીડેન્ટ અને એન્ટીબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર એલોવેરા જેલ ખીલ, પિમ્પલ્સની સમસ્યાથી રાહત આપે છે અને ડેન્ડ્રફની સમસ્યામાં પણ રાહત આપે છે.
સામગ્રી:
એલોવેરાના થોડાં પાન, વિટામીન સી અને વિટામીન ઈ કેપ્સ્યુલ, થોડા ચમચી મધ
એલોવેરા જેલ બનાવવાની રીત:
એલોવેરા જેલ બનાવવા માટે સૌપ્રથમ એલોવેરાના કેટલાક તાજા પાંદડા કાપીને ઠંડા પાણીમાં નાખીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો.
પાંદડાને ઠંડા અથવા બરફના પાણીમાં મૂકવાથી પીળો પ્રવાહી બહાર નીકળી જાય છે, જે એલર્જીનું કારણ બને છે.
થોડા સમય પછી આ પાંદડાને છરીની મદદથી છોલીને એક ઈંચના અંતરે કાપી લો.
આ પછી, એલોવેરાના પારદર્શક ભાગને કાઢી લો અને તેને બ્લેન્ડરમાં નાખીને બ્લેન્ડ કરો.
હવે આ તૈયાર મિશ્રણને એક વાસણમાં કાઢી લો અને પછી તેમાં વિટામિન C, E કેપ્સ્યુલ અને મધ ઉમેરો.
હવે આ બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરો અને જ્યારે તે સ્મૂધ થઈ જાય, તો તમારું એલોવેરા જેલ તૈયાર છે.
એલોવેરા જેલને આ રીતે સ્ટોર કરો:
ઘરે તૈયાર કરવામાં આવેલ આ તાજી અને કેમિકલ મુક્ત એલોવેરા જેલને રેફ્રિજરેટરમાં એરટાઈટ કન્ટેનરમાં સ્ટોર કરી શકાય છે.
તમે આ હોમમેઇડ જેલને 3 થી 4 દિવસ સુધી બગાડ્યા વિના સ્ટોર કરી શકો છો.
જો તમે તેને મહિનાઓ સુધી સ્ટોર કરવા માંગતા હોવ તો તેને ફ્રિજમાં રાખવાથી 6 મહિના સુધી બગડશે નહીં.