Orange alert : ગુજરાતમાં કમોસમી વરસાદના માર બાદ હવે લોકોને ગરમીમાં સેકાવાનો વારો આવવાનો છે. વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ગત સોમવારે રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. ગઈકાલે અમદાવાદનું 41.6 ડીગ્રી, રાજકોટનું 41.7 ડીગ્રી અને સુરતનું 36 ડીગ્રી મહત્તમ તાપમાન પહોંચ્યું હતું. રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પારો 43થી 45 ડીગ્રી સુધી પહોંચી જવાની શક્યતાને જોતાં કોર્પોરેશને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, સાથે નાગરિકોએ શું કાળજી રાખવી એની એડવાઇઝરી બહાર પાડવામાં આવી છે. મ્યુનિ.નાં તમામ આરોગ્ય કેન્દ્રો તેમજ BRTS અને AMTSનાં કેટલાક સ્ટેન્ડ પર ઓઆરએસનાં પેકેટ પણ મૂકવામાં આવ્યાં છે. 14મી બાદ તાપમાન ઘટીને 36 ડીગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. Orange alert
હાય હાય ગરમી !!!
વાતાવરણના ઉપલા લેવલે સક્રિય થયેલી હાઇ પ્રેશર સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનો પારો વધ્યો છે. ગઈકાલે અમદાવાદમાં બપોરે 12 વાગ્યે જ ગરમીનો પારો 36 ડીગ્રીએ પહોંચી ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યનાં 9 શહેરમાં ગરમીનો પારો 40 ડીગ્રી પાર કરી ગયો હતો. એક ખાનગી હવામાન વેબસાઇટના આંકડાઓ મુજબ, સાંજે 5.30 વાગ્યે અમદાવાદનું મહત્તમ તાપમાન 41.6 ડીગ્રી અને લઘુતમ તાપમાન 27.4 ડીગ્રી નોંધાયું હતું. બપોરના 12થી 3ના ગાળામાં ગરમીનો પારો 3 ડીગ્રી વધ્યો હતો. બે દિવસમાં પારો 43થી 44 ડીગ્રીએ પહોંચવાની શક્યતા છે. સોમવારે સૌથી વધુ 42 ડીગ્રી ગરમી સુરેન્દ્રનગરમાં નોંધાઈ હતી. પછી અમદાવાદ બીજા ક્રમે હતું. રાજકોટમાં 41.7 ડીગ્રી અને ગાંધીનગરમાં 41.4 ડીગ્રી તાપમાન નોંધાયું હતું. Orange alert
તમે આ પણ વાંચી શકો છો : Shraddha Murder Case: શ્રદ્ધાના પિતાએ કહ્યું: ગુનેગારને કોઈપણ સંજોગોમાં ફાંસી આપવી જોઈએ – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો : Neeraj Chopra/Gold Medal in Diamond League Match: ડેપ્યુટી કમિશનરે દોહામાં યોજાયેલી ડાયમંડ લીગ મેચમાં ગોલ્ડ મેડલ જીતવા બદલ નીરજ ચોપરાને અભિનંદન પાઠવ્યા – India News Gujarat