HomeGujaratPreMonsoon Operation/વિવિધ વિભાગો-કચેરીઓની પૂર્વ તૈયારી અને આયોજનની સમીક્ષા: આવશ્યક સૂચનો કરતા કલેક્ટર/India...

PreMonsoon Operation/વિવિધ વિભાગો-કચેરીઓની પૂર્વ તૈયારી અને આયોજનની સમીક્ષા: આવશ્યક સૂચનો કરતા કલેક્ટર/India News Gujarat

Date:

આગામી ચોમાસાને અનુલક્ષીને પ્રિમોન્સૂન કામગીરી માટે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઇ

વિવિધ વિભાગો-કચેરીઓની પૂર્વ તૈયારી અને આયોજનની સમીક્ષા: આવશ્યક સૂચનો કરતા કલેક્ટર

 સંભવિત પૂર, વરસાદ અને વાવાઝોડાનો સામનો કરવા રાહત બચાવની ટીમો તૈયાર રાખવી
 શહેરી વિસ્તારમાં ડ્રેનેજ વ્યવસ્થા, ગટર સાફ-સફાઇના કામો પૂર્ણ કરવા
 ઉર્જા વિભાગ, પશુપાલન વિભાગ, વનવિભાગ, મામલતદાર સંકલન ટીમ ઊભી કરવી :- કલેકટર આયુષ ઓક

આગામી વર્ષાઋતુના આગોતરા આયોજન સંદર્ભે સુરત શહેર અને જિલ્લામાં સંભવિત પૂર, વાવાઝોડું અને ભારે વરસાદની સંભાવનાને પહોંચી વળવા, તમામ તૈયારીઓ કરવા અને વિભાગીય કામગીરીની સમીક્ષા સહ ચર્ચા-વિચારણા માટે જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પ્રિમોન્સૂન પ્રિપેરેશન બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીની પૂર્વસમીક્ષા કરી કલેક્ટરએ ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું, તેમજ દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવા અંગે આવશ્યક સૂચનો કર્યા હતા.

બેઠકમાં કલેક્ટરએ સુરત જિલ્લામાં વર્ષાઋતુ-૨૦૨3 દરમિયાન જિલ્લામાં આવેલ તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસોની સાફ-સફાઈની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા, બોટ, હોડી, તરવૈયા અને જરૂરી સાધન-સામગ્રીની આગોતરી વ્યવસ્થા અને ચકાસણી કરવાની તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓને સૂચના આપી હતી. જિલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ કોઈ પણ વિકટ સ્થિતિને પહોંચી વળવા સતર્ક રહે એમ જણાવ્યું હતું.
સુરત શહેર-જિલ્લામાં ભારે પૂર અને વરસાદને કારણે ઊભી થતી પરિસ્થિતિ સામે કંટ્રોલરૂમ સતત કાર્યરત રાખવા તેમજ માનવમૃત્યુ,પશુમૃત્યુ, ઘર અને વૃક્ષો પડવા સહિત નાનામાં નાની ઘટનાની વિગતો કંટ્રોલરૂમને તુરંત પૂરી પાડવા, રાહત બચાવની ટીમોને સજ્જ કરવા કલેક્ટરએ જણાવ્યું હતું. તેમણે તમામ વિસ્તારમાં આશ્રય સ્થાનો, NDRF/SDRFની ટીમો માટે રોકાણ સ્થળો નિયત કરવા અને ગ્રામ્ય સ્તરે કર્મચારીઓ સ્થાનિક ભૂગોળ, વસ્તી જેવી માહિતી સાથે તૈયાર રહેવા, એરપોર્ટ વિસ્તાર, શહેરમાં ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા, માછીમારોની વ્યવસ્થા, પશુના સ્થળાંતરની જગ્યાઓ માટે કામગીરી પૂર્ણ કરવા જણાવી મહાનગરપાલિકા તંત્ર, પોલીસ તંત્ર, સિંચાઈ વિભાગને ચોમાસા દરમિયાન ઊભી થતી મુશ્કેલીઓ નિવારવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. ઉકાઈ ડેમના એન્જિનિયર અને જિલ્લાના અધિકારીઓનું વોટ્સએપ ગ્રુપ અપડેટ કરવા તેમજ ઉર્જા, વન, પશુપાલન જેવા વિભાગો ટીડીઓ-મામલતદારોની ટીમની રચના કરવા પણ જણાવાયુ હતું.


જૂન માસ પહેલા ખોદકામ, ડ્રેનેજ જેવા સરકારી કામો પૂર્ણ કરવા અને જૂન માસમાં નવા કામો તેમજ રસ્તાના કામો શરૂ નહીં કરવા ઉપર તેમણે ભાર મૂક્યો હતો. ગ્રામ્ય વિસ્તારોના તમામ રસ્તાના કામો, વૃક્ષો, વીજલાઈનોનું નિરીક્ષણ, જર્જરિત મકાનોના સર્વે પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને તાકીદ કરી હતી.

બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે વસાવા, સિટી પ્રાંત અધિકારી જી.વી. મિયાણી, મનપા અધિકારીઓ, શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, ડિઝાસ્ટર સહિત વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories