કર્ણાટકમાં 10 મેના રોજ ચૂંટણી યોજાવાની છે, આવી સ્થિતિમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સતત જનતાનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જણાવી દઈએ કે પ્રિયંકા ગાંધી કર્ણાટકના ખૂણે-ખૂણે જઈને જનસભાને સંબોધી રહી છે.પ્રિયંકા ગાંધીએ કર્ણાટકના મૂડબિદ્રીમાં જનસભાને સંબોધી હતી, આ દરમિયાન મહાસચિવ પ્રિયંકા ગાંધીએ ભારતીય જનતા પાર્ટી પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે કર્ણાટકમાં દરરોજ 5 ખેડૂતો આત્મહત્યા કરીને મરી રહ્યા છે. અહીં જો આતંક છે તો તે મોંઘવારી અને બેરોજગારીનો આતંક છે.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્ણાટક મુડબિદ્રીમાં જનતાને સંબોધિત કરતા કહ્યું
કૉંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્ણાટક મુડબિદ્રીમાં જનતાને સંબોધિત કરતા કહ્યું હતું કે “દરરોજ 5 ખેડૂતો આત્મહત્યા કરીને મરી રહ્યા છે. અહીં જો આતંક છે તો તે મોંઘવારી અને બેરોજગારીનો આતંક છે. અહીં 4 વર્ષમાં 6,487 ખેડૂતોએ આત્મહત્યા કરી છે… વડા પ્રધાન, જો કર્ણાટકમાં આતંક છે, તો તે તમારી 40% સરકારનો આતંક છે, જે લોકોને લૂંટી રહી છે.
તમને જણાવી દઈએ કે આ પહેલા કોંગ્રેસ પર આરોપ લગાવતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ દ્વારા તેના જુઠ્ઠાણા ફેલાવવા માટે જે ઈકોસિસ્ટમ બનાવવામાં આવી હતી, તે લાંબા સમયથી તેને ફુગ્ગાની જેમ ફુલાવતી હતી. આવા જુઠ્ઠાણા, એવી વાતો જેનાથી જમીની વાસ્તવિકતા સાવ અલગ હતી. જનતા જાણતી હતી કે કોંગ્રેસ ગમે તેટલો મોટો ફુગ્ગો ફુગાવે પણ તેનો કોઈ ફાયદો નહીં થાય.