PNB ના ગ્રાહકો સાવચેત રહેજો, હવે ATM માંથી પૈસા નહીં નીકળે તો ચાર્જ ચૂકવવો પડશે, જાણો શું છે નવો નિયમ-India News Gujarat
- PNB: અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ છે
- જો તમારું પણ પંજાબનેશનલબેંકમાં ખાતું છે તો આ સમાચાર તમને ચોંકાવી શકે છે.
- આજથી જો તમે બેલેન્સ વગર એટીએમનો ઉપયોગ કરો છો અથવા તમારા એટીએમમાંથી પૈસા નીકળતા નથી તો તમારે તેના માટે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે.
- બેંકે પોતે તેની સત્તાવાર વેબસાઇટ પર આ માહિતી આપી છે. આની સાથે જ બેંક પોતાના ગ્રાહકોને મેસેજ દ્વારા પણ આ જાણકારી આપી રહી છે.
- આપને જણાવી દઈએ કે નિયમો અનુસાર તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ રાખવું જરૂરી છે.
- જો તમે આમ ન કરો તો બેંક તમારા ખાતામાંથી પેનલ્ટી ચાર્જ કાપી લે છે.
કેટલો ચાર્જ લેવામાં આવશે
- પંજાબ નેશનલ બેંક નિષ્ફળ ટ્રાન્ઝેક્શન પર GSTની સાથે 10 રૂપિયા ચાર્જ કરશે.
- એટલે કે, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવામાં આવે અને તમે ATMમાં બેલેન્સ ચેક કરવા માટે કાર્ડ દાખલ કરો છો, તો તમારે GST સાથે 10 રૂપિયાનો પેનલ્ટી ચાર્જ ચૂકવવો પડશે.
- બીજી તરફ, જો તમારા ખાતામાં મિનિમમ બેલેન્સ છે પરંતુ કોઈ ટેકનિકલ સમસ્યાને કારણે તમે પૈસા ઉપાડી શક્યા નથી અને વ્યવહાર નિષ્ફળ ગયો છે, તો તમે દંડની ફરિયાદ કરી શકો છો.
- જો તમે બેંકમાં નિષ્ફળ ટ્રાન્ઝેક્શન વિશે ફરિયાદ કરો છો, તો ફરિયાદ મળ્યાના 3 થી 7 દિવસમાં બેંક તમારા પૈસા પરત કરશે.
- બીજી તરફ, જો તમારા પૈસા 30 દિવસમાં પાછા નહીં આવે, તો બેંક તમને દરરોજ 100 રૂપિયા વળતર આપશે.
આ હેલ્પલાઇન નંબરો પર ફરિયાદ કરી શકાશે
- અહીં એ જાણવું જરૂરી છે કે ATMનો ઉપયોગ કરતી વખતે તમારો વ્યવહાર નિષ્ફળ જાય છે. તો તે સમયે PNB ગ્રાહક તેમની ફરિયાદો નોંધવા માટે ટોલ-ફ્રી નંબર 1800180222 અને 18001032222 દ્વારા કસ્ટમર કેર સેન્ટરનો સંપર્ક કરી શકે છે
- તેમજ બેંકદ્વારા સર્વેક્ષણ હાથ ધરાયુ છે જેમાં ગ્રાહકો PNBની વેબસાઇટની મુલાકાત લઈને ભાગ લઈ શકે છે.
- તેઓ બેંકની સેવાઓ સાથેના તેમના અનુભવ વિશે અને તેઓ બેંકથી સંતુષ્ટ છે કે નહીં તે વિશે પોતાના પ્રતિસાદ અને અભિપ્રાય આપી શકે છે.
આ પણ વાંચોઃ
PNB Customer: અગત્યના સમાચાર 31ઓગસ્ટ પહેલા નિપટાવીલો આ કામ નહીંતર ખાતાના વ્યવહારો બંધ કરી દેવાશે
આ પણ વાંચોઃ