આંતર જ્ઞાતિય લગ્ન બાબતે વિવાદોનો મામલો
યુવતીની કથિત આત્મહત્યા કે હત્યા બાબતે તપાસ
યુવતીનો મૃતદેહ કબર માંથી પાછો કઢાયો
ફોરેન્સિક પીએમ અર્થે સુરત સિવિલ મોકલાયો
નવસારીના જલાલપોર તાલુકાના અબ્રામા ગામે યુવતીની હત્યા કે આત્મહત્યા ની આશંકાના મુદ્દે રેન્જ આઈજી ને થયેલી ફરિયાદના પગલે નવસારી જિલ્લા પોલીસ દ્વારા કલથાણ ગામે થી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો અને ફોરેન્સિક પીએમ માટે સુરત મોકલવામાં આવ્યો.
મૂળ અબ્રામા ગામની યુવતી અને ખેરગામના યુવાન બ્રિજેશ પટેલ વચ્ચે પાંચ વર્ષથી પ્રેમ સંબંધ બંધાયો હતો પરંતુ આંતર જ્ઞાતિય લગ્ન બાબતે વિવાદો થતા યુવતીને પરિવારના સભ્યો યુવતી ને પોતાના ઘરે લઈ ગયા હતા અને ત્યારબાદ યુવતી ગુમ થયાની વાતો બહાર આવી હતી સમગ્ર ઘટનાક્રમને પગલે પ્રેમી યુવાન બ્રિજેશ પટેલ દ્વારા સુરત રેન્જના આઈ.જી પિયુષ પટેલને અરજી આપવામાં આવી હતી અને જેના પગલે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો જેમાં વિવિધ આશંકાઓને પગલે કોર્ટની મંજૂરી મેળવીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો છે અને પેનલ પીએમ કરવા માટે સુરત મોકલવામાં આવી છે
યુવતી દ્વારા આત્મહત્યા પહેલા લખવામાં આવેલી સુસાઇડ નોટની પણ પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી છે એમાં ખાસ કરીને યુવતીના પોતાના હાથે લખવામાં આવેલી છે કે કેમ તે બાબતે પણ તપાસ કરવામાં આવશે.. પેનલ પીએમમાં યુવતી ની હત્યા કરવામાં આવી છે કે કેમ તે મુદ્દા ની ચકાસણી કરવામાં આવશે સાથે યુવતીના પરિવારના સભ્યો સામે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી છે તેમની પણ પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
યુવતીનું હત્યા કે આત્મહત્યા પ્રકરણમાં મૂળ જલાલપોર તાલુકાના અબ્રામા ગામના રહીશો દ્વારા યુવતીને પોતાના ગામમાં દફનવિધિ ન કરવા દેતા બાજુના ગામ કલથાણ ગામે લઈ જઈને દફનવિધિ કરવામાં આવી હતી જે પણ પરિવારજનોની સામે શંકા ઊભી કરે છે પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી છે કે કેમ એ દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે……