HomeGujaratDummy Scam Update: BJP-AAP વચ્ચે શાબ્દિક યુદ્ધ – India News Gujarat

Dummy Scam Update: BJP-AAP વચ્ચે શાબ્દિક યુદ્ધ – India News Gujarat

Date:

Dummy Scam Update

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: Dummy Scam Update: રાજ્ય સરકારની ભરતી પરીક્ષાઓમાં ડમી કૌભાંડનો ખુલાસો અને AAP નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ વચ્ચે શાબ્દિક બાણો શરૂ થઈ ગયા છે સાથે સાથે ટ્વિટર વોર પણ શરૂ થઈ ગયું છે.. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે ડમી કૌભાંડમાં યુવરાજ સિંહને નિશાન બનાવ્યા બાદ AAP પણ આક્રમક બની છે. AAPના પૂર્વ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ પલટવાર કરતા કહ્યું કે, યુવરાજસિંહ જાડેજાએ ડમી કેસમાં તમામ પુરાવા આપવાના હોય તો આ મોટા પોલીસ તંત્રની શું જરૂર છે? ઈટાલિયાએ કહ્યું કે જો આવું છે તો યુવરાજ સિંહને DG બનાવવો જોઈએ.

આક્ષેપો વચ્ચે હાર્દિકની એન્ટ્રી

Dummy Scam Update: યુવરાજ સિંહના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયાની વસૂલાતને લઈને ઈટાલિયાએ પોલીસ પર નિશાન સાધ્યું છે. ઇટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું હતું કે ભાજપે હાર્દિક પટેલના મામલામાં પણ આવો જ દાવો કર્યો હતો અને કહ્યું હતું કે તે પોતાની બેગમાં પૈસા લઈને નીકળી ગયો હતો. બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્પષ્ટ કર્યું છે કે ડમી કેસમાં કોઈને બક્ષવામાં નહીં આવે. સંઘવીએ કહ્યું કે યુવરાજ સિંહે આ માહિતી આપી છે. પોલીસે તેની સામે કડક કાર્યવાહી કરી, પરંતુ તેણે કેટલીક માહિતી છુપાવી હતી અને  માહિતી છુપાવવી એ પણ પાપ છે. આવી સ્થિતિમાં તમામ સામે કાર્યવાહી કરાશે.

પાટીલના નિવેદનથી AAPના તીખા તેવર

Dummy Scam Update: ભાવનગરમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે કહ્યું હતું કે, ગુજરાતમાં ચર્ચાનો વિષય બનેલા ડમી કાંડના મુદ્દે જે વ્યક્તિ પોતે જ કૌભાંડો ખોલતો હતો તેની ધરપકડ કરવામાં આવી છે. પાટીલે કહ્યું કે આ કેસમાં હજુ વધુ ખુલાસા થશે. તેમણે કહ્યું હતું કે મને આશા છે કે પોલીસ આ મામલાની સંપૂર્ણ તપાસ કરશે. AAPના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર ભાજપના હુમલા બાદ આમ આદમી પાર્ટી પણ આ મુદ્દે ફ્રન્ટફૂટ પર આવી ગઈ છે. સોશિયલ મીડિયા પર વિરોધ બાદ પાર્ટીએ યુવરાજ સિંહની પડખે ઉભા રહેવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીએ 24 એપ્રિલે તમામ જિલ્લા મુખ્યાલયો પર વિરોધનું મેમોરેન્ડમ સોંપવાની જાહેરાત કરી હતી. આ પછી પણ પાર્ટીએ સતત આક્રમક રહેવાની જાહેરાત કરી હતી.

મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હોવાનો દાવો

Dummy Scam Update: ડમી કૌભાંડનો ખુલાસો કરવા પર, AAP સાથે સંકળાયેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર બે ડમી ઉમેદવારો પાસેથી પૈસા લઈને તેમના નામ છુપાવવાનો આરોપ છે. આ માટે તેણે તેમના પર દબાણ પણ બનાવ્યું હતું. કેસની તપાસ કરી રહેલા ભાવનગર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ દાવો કર્યો છે કે યુવરાજ સિંહ અને તેના આરોપી વિપિન ત્રિવેદી અને અન્ય ત્રણની વાતચીતમાં પુરાવા મળ્યા છે. CDRની સાથે CCTV ફૂટેજ અને વોટ્સએપ ચેટ પણ મળી આવી છે. આ તમામ પુરાવા દર્શાવે છે કે યુવરાજસિંહ જાડેજાએ 1 કરોડ રૂપિયા લીધા છે, જોકે પોલીસે જાહેર કરેલા ફૂટેજમાં યુવરાજસિંહ જાડેજાનો ચહેરો દેખાતો નથી. હવે પોલીસે યુવરાજસિંહ જાડેજાના મિત્ર પાસેથી 38 લાખ રૂપિયા રિકવર કર્યાનો દાવો કર્યો છે. ભાવનગર પોલીસની SOGએ યુવરાજસિંહ જાડેજાને કોર્ટમાં રજૂ કરી 27મી એપ્રિલ સુધીના રિમાન્ડ મેળવ્યા છે.

Dummy Scam Update

આ પણ વાંચોઃ Lawrence Update: ગુજરાત ATS બિશ્નોઈ પર ડ્રગ્સ મામલે કસશે સકંજો – India News Gujarat

આ પણ વાંચોઃ PM Modi on Keral Tour: વોટર મેટ્રો અને ડિજિટલ સાયન્સ પાર્કની આપશે ભેટ – India News Gujarat

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories