સુદાનીસ આર્મ્ડ ફોર્સીસ (SAF) અને અર્ધલશ્કરી રેપિડ સપોર્ટ ફોર્સ (RSF) વચ્ચે ચાલી રહેલા સત્તા સંઘર્ષે દેશને હચમચાવી નાખ્યો છે. હવે ત્યાં રહેતા ભારતીય લોકોને આના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સુદાનમાં આ સ્થિતિ જોઈને ફસાયેલા ભારતીયોના પરિવારજનોની ચિંતા વધી ગઈ. તેમણે સરકારને અપીલ કરી કે તેઓ સુદાનમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ પરત લાવવા માટે સ્થળાંતર યોજના બનાવે. આવી સ્થિતિમાં સુદાનમાં ભારતીયો સાથે જોડાયેલી સ્થિતિની સમીક્ષા કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉચ્ચ સ્તરીય બેઠક યોજશે તેવા સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યા છે.
આ પણ વાંચો : Cherry Juice Benefits:ચેરીનો જ્યૂસ અનિદ્રાની સમસ્યાને દૂર કરે છે.- INDIA NEWS GUJARAT.