Atiq Ahmad Ashraf Ahmad Killed : માફિયા અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની શનિવારે મોડી રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પોલીસની હાજરીમાં પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ગોળીબાર કર્યો હતો. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે. હત્યા બાદ સમગ્ર રાજ્યમાં હાઈ એલર્ટ જારી છે. CrPCની કલમ-144 તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવી છે. પોલીસે લખનઉના હુસૈનાબાદમાં મોડી રાત્રે ફ્લેગ માર્ચ કાઢી હતી. આ દરમિયાન પ્રયાગરાજના રાજરૂપપુર, કેસરિયા, કરબલા અને ચકિયા વિસ્તારમાં પથ્થરમારાના અહેવાલો સામે આવ્યા છે.
હુમલાખોરોની પોલીસ પૂછપરછ ચાલુ છે
અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા બાદ પ્રયાગરાજમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. પ્રયાગરાજમાં જ્યાં ગઈ કાલે અતિક અહેમદ અને તેના ભાઈ અશરફની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ કમિશનરનો કાફલો જે તે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો છે. માહિતી આપતા એક પોલીસ અધિકારીએ કહ્યું, “અમે ઘટનાની તપાસ કરી રહ્યા છીએ. અત્યારે કંઈપણ કહેવું વહેલું છે. ધરપકડ કરાયેલા લોકોની હજુ પણ પૂછપરછ ચાલી રહી છે.
પોલીસ અધિકારીએ આ ઘટના અંગે માહિતી આપી હતી
આસિસ્ટન્ટ કમિશ્નર ઓફ પોલીસ (એસીપી) કારેલી શ્વેતાભ પાંડેએ માહિતી આપી હતી કે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની જ્યારે રૂટિન ચેકઅપ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહી હતી ત્યારે તેમની હત્યા કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાસ્થળેથી ત્રણ પિસ્તોલ, એક મોટરસાઇકલ, એક ન્યૂઝ ચેનલનો લોગો અને એક વીડિયો કેમેરા મળી આવ્યા હતા. એવી શંકા છે કે ત્રણેય હુમલાખોરો મીડિયા પર્સન તરીકે આ ઘટનાને અંજામ આપવા આવ્યા હતા. તેણે ઓળખપત્ર પણ પહેર્યું હતું.
આ પણ જુઓ:Bus accident in Karnataka: NH-48 પર બસ અને SUV કાર વચ્ચે જોરદાર ટક્કર, 4ના મોત – INDIA NEWS GUJARAT