HomeBusinessWomen’s Day 2023 : લોનના નાણાં પરત કરવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ...

Women’s Day 2023 : લોનના નાણાં પરત કરવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ ઈમાનદાર : TransUnion CIBIL Data-India News Gujarat

Date:

Women’s Day 2023 : લોનના નાણાં પરત કરવામાં પુરુષો કરતા મહિલાઓ વધુ ઈમાનદાર : TransUnion CIBIL Data-India News Gujarat

  • Women’s Day 2023 : TransUnion CIBIL અનુસાર ભારતમાં મહિલા ઋણ લેનારાઓની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં વાર્ષિક 15 ટકાના દરે વધારો થયો છે જ્યારે પુરુષો માટે તે 11 ટકા હતો.
  • આંકડા અનુસાર વર્ષ 2017માં મહિલા ઋણધારકોનો હિસ્સો 25 ટકા હતો જે વર્ષ 2022માં વધીને 28 ટકા થયો છે.
  • આપણે સામાન્ય રીતે આપાતકાલીન જરૂરિયાતોને પહોંચી વળવાથી લઈને વ્યવસાયને આગળ વધારવા સુધીની જરૂરિયાતો માટે લોન લઈએ છે.
  • આ માટે લોકો બેંક અથવા NBFC તરફ વળે છે. જો કે, લોન લેવા અને લોનના હપ્તાઓ યોગ્ય રીતે ચૂકવવાની એક જવાબદારી છે.
  • જો લોનના હપ્તા ઈમાનદારીથી ભરવાની વાત કરીએ તો આ બાબતમાં મહિલાઓ પુરૂષો કરતાં વધુ પ્રમાણિક છે.
  • ટ્રાન્સયુનિયન સિબિલ ડેટા આ હકીકત જણાવી રહ્યા છે.
  • TransUnion CIBIL અનુસાર ભારતમાં મહિલા ઋણ લેનારાઓની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં વાર્ષિક 15 ટકાના દરે વધારો થયો છે જ્યારે પુરુષો માટે તે 11 ટકા હતો.

લોન લેવામાં મહિલાઓ પાછળ નહીં

  • ક્રેડિટ ડેટા ફર્મ ટ્રાન્સયુનિયને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના થોડા દિવસો પહેલા દેવાની ચુકવણી પર એક રસપ્રદ રિપોર્ટ જાહેર કર્યો છે.
  • તમને જણાવી દઈએ કે દર વર્ષે 8 માર્ચને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
  • આ પહેલા આવેલા ટ્રાન્સયુનિયનના રિપોર્ટ અનુસાર બેંકો અને NBAFCs પાસેથી લીધેલી લોનના હપ્તાઓની ચુકવણીમાં મહિલાઓ પુરૂષો કરતાં વધુ સમજદાર હોય છે.
  • કદાચ આ જ કારણ છે કે છેલ્લા પાંચ વર્ષમાં મહિલાઓને આપવામાં આવેલી લોનના કેસમાં તેજીથી વધારો થયો છે.

પુરુષો કરતાં વધુ સારી વૃદ્ધિ દર

  • TransUnion CIBIL અનુસાર ભારતમાં મહિલા ઋણ લેનારાઓની સંખ્યામાં છેલ્લાં પાંચ વર્ષમાં વાર્ષિક 15 ટકાના દરે વધારો થયો છે જ્યારે પુરુષો માટે તે 11
  • ટકા હતો. આંકડા અનુસાર વર્ષ 2017માં મહિલા ઋણધારકોનો હિસ્સો 25 ટકા હતો જે વર્ષ 2022માં વધીને 28 ટકા થયો છે.
  • હાલમાં ભારતની કુલ અંદાજિત 1.4 બિલિયન વસ્તીમાં લગભગ 454 મિલિયન પુખ્ત મહિલાઓનો સમાવેશ થાય છે.
  • વર્ષ 2022 સુધીના આંકડા મુજબ આમાંથી લગભગ 6.3 કરોડ મહિલાઓએ લોન લીધી છે.
  • વર્ષ 2017માં મહિલાઓ માટે ક્રેડિટ એક્સેસ 7 ટકા હતી જે વર્ષ 2022માં વધીને 14 ટકા થઈ ગઈ છે.
  • આ આંકડા દર્શાવે છે કે દેશમાં મહિલાઓ વધુને વધુ નાણાકીય સમાવેશનો હિસ્સો બની રહી છે અને તે એ પણ દર્શાવે છે કે મહિલાઓને ધિરાણ આપવાના સંદર્ભમાં ઘણી સંભાવનાઓ છે.

મહિલાઓને અનુકૂળ લોનની જરૂરિયાત

  • ટ્રાન્સયુનિયન CIBIL ના ચીફ ઓપરેટિંગ ઓફિસર હર્ષલા ચાંદોરકર આ આંકડાઓ પર જણાવે છે કે, ભારતના ક્રેડિટ માર્કેટમાં સક્રિય સહભાગી તરીકે મહિલા ઋણ લેનારાઓની સંખ્યામાં વધારો એ સરકારના નાણાકીય સમાવેશ માટે સારી નિશાની છે.
  • આ મહિલાઓ જેવા પરંપરાગત રીતે અન્ડરસેવ્ડ સેક્ટર માટે સારી વાત છે.
  • સામાજિક-આર્થિક શ્રેણીઓ, વય-જૂથો અને ભૌગોલિક ક્ષેત્રોમાં મહિલાઓને અનુરૂપ લોન ઓફર કરવાથી તેમની આકાંક્ષાઓ પૂર્ણ કરવામાં મદદ મળશે.

તમે આ પણ વાંચી શકો છો-

Loan Rejection: વારંવાર રિજેક્ટ થઈ રહી છે લોનની એપ્લિકેશન?

તમે આ પણ વાંચી શકો છો-

SBI Marriage Loan:દીકરીના લગ્નના ખર્ચની ચિંતા સતાવતી રહી છે?બેંક મદદરૂપ બનશે

SHARE

Related stories

Latest stories