World Hearing Day 2023: દુનિયાના 150 કરોડથી વધારે લોકોને છે હીયરિંગ લોસ જેવી સમસ્યા, નશાની આદત બરબાદ કરે છે જીવન-India News Gujarat
- World Hearing Day 2023: એક રિપોર્ટ અનુસાર, દુનિયાના લગભગ 1.5 અરબ લોકોને શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાઓ છે.
- સિગાકેટ, દારુનું સેવન કરવા જેવી આદતને કારણે લોકોમાં હીયરિંગ લોસનું જોખમ વધે છે.
- ભગવાનએ દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સર્જનહાર છે. તેમણે રહેવા માટે પૃથ્વીનું સર્જન કર્યું. તેના પર પર્વત, નદી, દરિયા જેવી કુદરતી સૌદર્યની રચના કરી.
- તેની જાળવણી અને પૃથ્વી પર રહી શકે તે માટે અનેક પ્રકારના જીવનનુ સર્જન કર્યું. અને તેમાં પણ તેણે માણસોના શરીરનું શ્રેષ્ઠ સર્જન કર્યું.
- તેમણ બોલવા માટે મોં, ચાલવા માટે પગ, કામ કરવા માટે હાથ અને સાંભળવા માટે કાનનું સર્જન કર્યું.
- પણ કેટલીક વાર માણસ પોતાની ભૂલોને કારણે ભગવાનની આ અનમોલ ભેટને નુકશાન પહોંચાડતો હોય છે.
શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે
- એકબીજા સાથે સંવાદ કરવા માટે દરેક વ્યક્તિના કાનમાં સારી શ્રવણશક્તિ હોવી જરુરી છે. આજકાલ ધ્વનિ પ્રદૂષણ તથા મોબાઈલ-નશાની આદતને કારણે ઘણા લોકો પોતાની શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.
- એક રિપોર્ટ અનુસાર, સિગારેટ અને દારુના સેવનની આદતને કારણે કરોડો લોકો શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.
- વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના આંકડા અનુસાર, દુનિયામાં 1.5 અરબ લોકો શ્રવણશક્તિ સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યાં છે.
- વર્ષ 2050 સુધીમાં આ આંકડો 2.5 અરબને પાર પહોંચી શકે છે. અને ચોંકાવનારી વાત તો એ છે કે સૌથી વધારે યુવા લોકો પહેલા શ્રવણશક્તિ ગુમાવી રહ્યાં છે.
હીયરિંગ લોસ માટે જવાબદાર સૌથી મોટા કારણો
- ધૂમ્રપાન – આ આદતથી હીયરિંગ લોસની આશંકા 70 ટકાથી વધારે થઈ જાય છે. તમાકુના ધુમાડામાં ફોર્મલડિહાઈડ, હાઈડ્રોજન સાઈનાઈડ જેવા કેમિકલ હોય છે. જે સાંભળવાની શક્તિને પ્રભાવિત કરે છે.
- દારુ – વધારે પડતું દારુ પીવાથી મસ્તિષ્કને અવાજ સાંભળવા માટે વધારે શક્તિ વાપરવી પડે છે.
- ઉંમર – જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ કાનની અંદરની નાજુક કોશિકાઓ તૂટવા લાગે છે.
- મોટો અવાજ – કાનની સૌથી નજીક ઘોંઘાટ થતો હોય તો કોશિકાઓને નુકશાન થાય છે અને તેને કારણે સાંભળવાની ક્ષમતા ધીરેધીરે ઘટે છે.
- ઈજા – જન્મથી કોઈ આનુવાંશિક બીમારી કે ઈજાને કારણે પણ સાંભળવાની ક્ષમતા ઘટે છે.
સાંભળવાની ક્ષમતાને સુરક્ષિત રાખવાની રીત
- 60/60 નો નિયમ – કાનમાં હેડફોન લગાવીને તમારે માત્ર 60 ટકા સાઉન્ડની ક્ષમતા રાખીને કોઈપણ વસ્તુ સાંભળવી જોઈએ. 60 મિનિટ બાદ એક બ્રેક પણ લેવો જોઈએ.
- હેડફોન સાફ રાખો અને ઈયરબર્ડના ઉપયોગને ટાળો.
- આંખ, કાન અને નાકના સંક્રમણથી બચો.
- સાઉન્ડ લોકેશન એક્ટિવિટી કરો – એક રુમમાં ફોન અને રેડિયો પર ગીતો ચાલુ કરીને કવિતા કે ન્યૂઝ પેપર વાંચવાનો પ્રયત્ન કરો.
World Radio Day 2023: શા માટે 13 ફેબ્રુઆરીએ જ ઉજવવામાં આવે છે વિશ્વ રેડિયો દિવસ, જાણો તેનો ઈતિહાસ
World Cancer Day: કૅન્સરગ્રસ્ત “કલ્પ” માટે આરોગ્યમંત્રી બન્યા “કલ્પવૃક્ષ”