HomeBusinessAdani vs Hindenburg : હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપશે ગૌતમ અદાણી-India News Gujarat

Adani vs Hindenburg : હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપશે ગૌતમ અદાણી-India News Gujarat

Date:

Adani vs Hindenburg : હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપશે ગૌતમ અદાણી, જાણીતી અમેરિકન લો ફર્મ વૉચટેલને હાયર કરી-India News Gujarat

  • Adani vs Hindenburg : અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો માટે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે,જેના કારણે રોકાણકારોએ તેમના શેર ડમ્પ કર્યા છે.
  • હિંડનબર્ગ રિસર્ચએ ખંડન કરતાં કહ્યું કે તે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકારશે.
  • દેશના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી હિંડનબર્ગને જડબાતોડ જવાબ આપવાની તૈયારી કરી રહ્યા છે.
  • આ માટે તેઓ સંપૂર્ણ તૈયારી સાથે આગળ આવવાનું આયોજન કરી રહ્યા છે.
  • એક મીડિયા રિપોર્ટ અનુસાર ગૌતમ અદાણીની કંપનીએ અમેરિકાની સૌથી મોટી લો ફર્મ્સ વૉચટેલ, લિપ્ટન, રોસેન એન્ડ કેટ્ઝ પૈકીની એકને હાયર કરી છે.
  • યુએસ સ્થિત શોર્ટ-સેલર ફર્મ હિંડનબર્ગના અહેવાલને પગલે અદાણી ગ્રૂપ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.
  • હિંડનબર્ગે તેના અહેવાલમાં અદાણી જૂથ પર કોર્પોરેટ છેતરપિંડીનો આરોપ મૂક્યો છે.
  • સમાચાર પ્રકાશિત કરનાર મીડિયા દ્વારા આ અહેવાલની પુષ્ટિ કરવામાં આવી નથી.

Adani vs Hindenburg: રિપોર્ટના કારણે અદાણીને મોટું નુકસાન થયું છે

  • હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ વિશ્વના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીનું કોર્પોરેટ સામ્રાજ્ય ખરાબ રીતે ગૂંચવાયું છે.
  • અદાણી ટોટલ ગેસ, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી પોર્ટ એન્ડ SEZ સહિત અદાણી ગ્રુપની 10 કંપનીઓના કુલ માર્કેટ કેપમાં 117 બિલિયન ડોલરનો ઘટાડો થયો છે.
  • આ કારણે ગૌતમ અદાણીને લોન માટે પોતાના શેર ગીરવે રાખવાની ફરજ પડી હતી.
  • હિન્ડેનબર્ગ રિસર્ચનો આરોપ છે કે ટેક્સ હેવન્સમાં અદાણી પરિવાર દ્વારા નિયંત્રિત ઓફશોર શેલ કંપનીઓનો ઉપયોગ મની લોન્ડરિંગ અને કરચોરી માટે કરવામાં આવ્યો હતો.

કાનૂની કાર્યવાહીની ચીમકી

  • અદાણી ગ્રૂપે જણાવ્યું હતું કે તે હિંડનબર્ગ રિસર્ચ સામે શેરબજારમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ છેતરપિંડીના આરોપો માટે કાનૂની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યું છે, જેના કારણે રોકાણકારોએ તેમના શેર ડમ્પ કર્યા છે.
  • હિંડનબર્ગ રિસર્ચએ ખંડન કરતાં કહ્યું કે તે અદાણી જૂથ દ્વારા કાનૂની કાર્યવાહીને આવકારશે.

તમે આ પણ વાંચી શકો છો-

તમે આ પણ વાંચી શકો છો-
SHARE

Related stories

Latest stories