Khelo India Youth Games : ખેલો ઈન્ડિયા સ્પર્ધા ખેલાડીઓમાં રમતગમતમાં રસ વધારી રહી છે, પાંચમા દિવસનું શેડ્યુલ જુઓ-India News Gujarat
- Khelo India Youth Games :ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ મધ્યપ્રદેશના કુલ 8 શેહરોમાં રમાઈ રહી છે.
- આ વખતે 5 નવી રમતનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- આજે રમતનો પાંચમો દિવસ છે ત્યારે સંપુર્ણ શેડ્યુલ જુઓ
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2023 શરૂ થઈ ગઈ છે.
- આ ટુર્નામેન્ટ મધ્યપ્રદેશમાં 30 જાન્યુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રાજ્યના વિવિધ શહેરોમાં ચાલશે.
- ખેલો ઈન્ડિયા સ્પર્ધામાં કુલ 27 રમતોનું આયોજન કરવામાં આવશે.
- ખાસ વાત એ છે કે આ સ્પર્ધામાં પાંચ સ્વદેશી રમતો મલખમ, થનગાટા, ગતકા, યોગાસન અને કલારીપયટ્ટુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- મધ્યપ્રદેશ દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે ભારતમાં પ્રથમ વખત ડિજિટલ સ્ક્રીન સાથેની સ્માર્ટ ટોર્ચનું અનાવરણ કર્યું હતું.
- આ મશાલ મધ્યપ્રદેશના 52 જિલ્લામાંથી પસાર થઈ હતી.
- જેમાં ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2022ના આઠ શહેરોનો સમાવેશ થાય છે.
આ ટ્વીટ તમે જોઈ શકો
Have a look at the schedule for Day 5️⃣, 3rd February 2023 👇of the #KheloIndia Youth Games 2022 👍#KIYG2022 #KheloIndiaInMP@ChouhanShivraj @yashodhararaje pic.twitter.com/AHGop8ly6H
— Khelo India (@kheloindia) February 2, 2023
આજનું શેડ્યુલ
- ખેલો ઈન્ડિયામાં આજે પાંચમો દિવસ છે ત્યારે આજનું શેડ્યુલ શું છે તેના પર વાત કરીએ.
- રમતનો પ્રારંભ સવારે 8 : 30 કલાકથી શરુ થશે. જેમાં શૂટિંગની ગેમ્સથી પ્રારંભ થશે.
- આજે સાઈકલિંગ,આર્ચરી,જીમનાસ્ટિક, ગતકા, એથલેટિક્સ, ફુટબોલમાં ગર્લ્સ અને બોયસની ટક્કર જોવા મળશે.
- યોગાસનની ઈવેન્ટમાં મેડલ દાવ પર હશે. ખોખો, બેડમિન્ટન, વોલિબોલમાં બોયસની ટીમ રમતી જોવા મળશે.
- સવારે 11 કલાકે વોલીબોલની ઈવેન્ટ ભોપાલમાં રમાશે.
- ટેબલ ટેનિસની ઈવેન્ટ ઈન્દોરમાં રમાશે.
- બોક્સિંગના પંચ પણ ભોપાલમાં જોવા મળશે.
અત્યાર સુધી કેટલી યુથ ગેમ્સ રમાય
- ખેલો ઇન્ડિયા સ્કૂલ ગેમ્સ (KIYG) ની શરૂઆત 2018 માં તત્કાલીન રમતગમત પ્રધાન કર્નલ રાજ્યવર્ધન સિંહ રાઠોડે કરી હતી.
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2018માં એથ્લેટિક્સ, તીરંદાજી, બેડમિન્ટન, બાસ્કેટબોલ, બોક્સિંગ, ફૂટબોલ, જિમ્નેસ્ટિક્સ, હોકી, જુડો, કબડ્ડી, ખો-ખો, કુસ્તી, વેઈટલિફ્ટિંગ, ટેનિસ, ટેબલ ટેનિસ, વોલીબોલ, સ્વિમિંગ અને શૂટિંગ સહિત 18 રમતોનો સમાવેશ થાય છે. સમાવેશ થાય છે.
- ત્યારબાદ 2020 માં, જ્યારે આસામના ગુવાહાટીમાં KIYGનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કાર્યક્રમમાં ગતકા, કાલરીપાયટ્ટુ, થંગ-તા અને મલખામ્બ સહિત ચાર વધુ રમતો ઉમેરવામાં આવી હતી.
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સમાં છોકરાઓ અને છોકરીઓ માટે અંડર 17 અને અંડર 21 કેટેગરીમાં સ્પર્ધાઓ યોજવામાં આવે છે.
અત્યાર સુધી ક્યાં અને કોણ વિજેતા રહ્યું
- ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2018માં નવી દિલ્હીમાં યોજાઈ હતી.
- આ દરમિયાન હરિયાણાની ટીમ વિજેતા અને મહારાષ્ટ્રની ટીમ ઉપવિજેતા રહી હતી.
- આ પછી, 2019 માં પુણેમાં આ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહારાષ્ટ્ર વિજેતા અને હરિયાણા ઉપવિજેતા રહ્યું હતું.
- આ પછી, વર્ષ 2020 માં ગુવાહાટીમાં આયોજિત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં મહારાષ્ટ્ર વિજેતા અને હરિયાણા ફરીથી ઉપવિજેતા બન્યું.
- જ્યારે ચોથી સિઝનનું આયોજન 4 જૂન 2022 થી 13 જૂન 2022 દરમિયાન પંચકુલા, હરિયાણા ખાતે કરવામાં આવ્યું હતું.
- કોરોના મહામારીને કારણે ઇવેન્ટમાં વિલંબ થયો હતો.
- તેમ છતાં આ વખતે સૌથી વધુ 8500 ખેલાડીઓએ ભાગ લીધો હતો.
- યજમાન હરિયાણાએ 52 ગોલ્ડ મેડલની સાથે ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ (KIYG) 2021નો ખિતાબ જીત્યો.
તમે આ પણ વાંચી શકો છો-
Khelo India:યુથ ગેમ્સમાં ગુજરાતની તસ્નીમ મીરે સિલ્વર મેડલ જીત્યો
તમે આ પણ વાંચી શકો છો-
Indonesia Masters 2022 : ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું