HomeBusinessCM on Budget-2023: ભારતના અમૃતકાળના રોડમેપને કંડારતું બજેટ – India News Gujarat

CM on Budget-2023: ભારતના અમૃતકાળના રોડમેપને કંડારતું બજેટ – India News Gujarat

Date:

CM on Budget-2023

ઈન્ડિયા ન્યૂઝ, ગાંધીનગર: CM on Budget-2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાંમંત્રી નિર્મલા સિતારામણે રજૂ કરેલા વર્ષ 2023-24ના કેન્દ્રીય બજેટને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 2047ના દેશના અમૃતકાળનો રોડમેપ કંડારતું બજેટ ગણાવ્યું છે. મુખ્યમંત્રીએ આ બજેટને ગરીબ, વંચિત, પીડિત, શોષિત સહિત મધ્યમવર્ગીય પરિવારોના હિતોને ધ્યાનમાં રાખી તૈયાર થયેલું સર્વસમાવેશી, સર્વસ્પર્શી અને સર્વગ્રાહી બજેટ તરીકે આવકાર્યુ છે. India News Gujarat

તમામ વર્ગોનું રખાયું છે ધ્યાન: મુખ્યમંત્રી

CM on Budget-2023: મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટમાં ખેડૂતો ખાસ કરીને નાના સિમાંત ખેડૂતો, કોઓપરેટીવ્ઝ તેમજ મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો માટે કરવામાં આવેલી જાહેરાતો આવકારદાયક ગણાવી છે અને આભાર વ્યક્ત કર્યો છે.  તેમણે જણાવ્યું છે કે, દેશના લાખો લોકોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા પ્રધાનમંત્રી આવાસ યોજનામાં 66 ટકાનો વધારો વડાપ્રધાનની સૌને આવાસની પ્રતિબદ્ધતાનું પૂરક બનશે.  ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે ગિફ્ટ સિટીમાં IFSCA ખાતે વ્યાપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ તેમજ લેબગ્રોન ડાયમન્ડના ઉત્પાદનને વૃદ્ધિ આપવાનો આગવો પ્રયાસ ગુજરાતના વેપાર-ઉદ્યોગ-વાણિજ્ય માટે લાભદાયી નિવડશે. India News Gujarat

મધ્યમવર્ગને રાહત આપતું બજેટ

CM on Budget-2023: મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, મધ્યમવર્ગીય પરિવારોને ઇન્ક્મટેક્ષમાં રાહત, આપવા સાથે આઝાદીના અમૃત કાળનું આ બજેટ સપ્તર્ષિ-સાત મુદાઓને આધારે વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં આત્મનિર્ભર-સશક્ત ભારતની નેમ સાકાર કરશે.  મુખ્યમંત્રીએ કેન્દ્રીય બજેટનું જીવંત પ્રસારણ નાણાં મંત્રી કનુ દેસાઇ, મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સલાહકાર ડૉ. અઢિયા તેમજ સલાહકાર રાઠૌર અને મુખ્યમંત્રી કાર્યાલયના વરિષ્ઠ સચિવો સાથે નિહાળ્યું હતું. India News Gujarat

CM on Budget-2023

આ પણ વાંચોઃ PM Modi on Budget: દરેકના સપનાં પૂર્ણ કરનારું બજેટ – India News Gujarat

આ પણ વાંચોઃ Income Tax Slab Changed: નાણામંત્રીએ કરી મોટી જાહેરાત – India News Gujarat

SHARE

Related stories

Latest stories