HomeGujaratગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત- INDIA NEWS GUJARAT

ગુજરાત ટેબ્લોના કલાકારો અને પ્રતિનિધિઓએ કરી રાષ્ટ્રપતિ ભવનની મુલાકાત- INDIA NEWS GUJARAT

Date:

 

74-મા ગણતંત્ર દિવસની ઉજવણી

Gujarat Tableau visited the Prime Minister’s residence: 74-મા ગણતંત્ર દિવસની ઉજવણીનો પ્રારંભ નવી દિલ્હી ખાતે સુભાષચંદ્ર બોઝની જન્મજયંતીને મનાવવાની સાથે શરુ થઇ ગયો છે; જે તા.31 જાન્યુઆરી , 2023 સુધી ચાલશે. India News Gujarat

ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારોએ વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાને સત્તાવાર મુલાકાત કરી.

26 જાન્યુઆરીના રોજ ”કર્તવ્ય પથ” ઉપર રાષ્ટ્રીય પરેડ અને વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીઓના નિદર્શન પૂર્વે આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીની એક શ્રુંખલારૂપે તા.25 જાન્યુઆરીના રોજ ગુજરાત રાજ્યની ઝાંખીના સૌ કલાકારોએ વડાપ્રધાનશ્રીના નિવાસસ્થાને સત્તાવાર મુલાકાત કરી હતી. અહીં વડાપ્રધાનશ્રી મોદી, કેન્દ્રીય સંરક્ષણ મંત્રીશ્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય આદિજાતિ મંત્રીશ્રી અર્જુન મુંડા, કેન્દ્રીય રક્ષા રાજ્યમંત્રીશ્રી અજય ભટ્ટ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રીશ્રી અનુરાગ ઠાકુર તથા અન્ય પદાધિકારીઓએ ગુજરાતના કલાકારો અને રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહેલા માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારીઓ સર્વશ્રી પંકજ મોદી અને શ્રી સંજય કચોટનું મનોબળ વધાર્યું હતું.

SHARE

Related stories

Latest stories