HomeBusinessTata Technologies:IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો-India...

Tata Technologies:IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો-India News Gujarat

Date:

Tata Technologies: IPO પહેલા જ અનલિસ્ટેડ માર્કેટમાં Tata Technologiesનો શેર 30 ટકા ઉછળ્યો, અનલિસ્ટેડ માર્કેટમાં શેરની કિંમત રૂપિયા 7300-India News Gujarat

  • Tata Technologies: TCSનો IPO રતન ટાટાના જમાનામાં આવ્યો હતો.
  • એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રુપનો આ પહેલો આઈપીઓ હશે.
  • Tata Technologies એ IPO લાવવાની પ્રક્રિયા હમણાં જ શરૂ કરી છે
  • શેરબજારમાં લિસ્ટિંગ વગર પણ ટાટા ટેક્નોલોજીસનો સ્ટોક જબરદસ્ત વધી રહ્યો છે.
  • અનલિસ્ટેડ માર્કેટમાં છેલ્લા 3 અઠવાડિયામાં ટાટા ટેક્નોલોજીસના શેરમાં 30 ટકાનો ઉછાળો આવ્યો છે.
  • જ્યારથી ટાટા મોટર્સે ટાટા ટેક્નોલોજીસના IPOને મંજૂરી આપી છે ત્યારથી અનલિસ્ટેડ માર્કેટમાં સ્ટોક સતત વધી રહ્યો છે.
  • ટાટા ટેક્નોલોજીસનો શેર અનલિસ્ટેડ માર્કેટમાં રૂપિયા 7300ની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે, જે અગાઉ રૂ. 5500ની આસપાસ ટ્રેડ થતો હતો.
  • તાજેતરમાં કંપનીએ દરેક શેરના બદલામાં એક બોનસ શેર આપવાની પણ જાહેરાત કરી છે જેના માટે 16 જાન્યુઆરી 2023 રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરવામાં આવી છે.
  • કંપનીએ એક શેરને 5 શેરમાં વહેંચવાની પણ જાહેરાત કરી છે.

ટાટા ટેક્નોલોજીસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર વિચાર

  • ટાટા મોટર્સે સ્ટોક એક્સચેન્જને માહિતી આપી છે કે કંપની ટાટા ટેક્નોલોજીસમાં ડિસઇન્વેસ્ટમેન્ટ પર વિચાર કરી રહી છે.
  • ટાટા ટેક્નોલોજીસ એ ટાટા મોટર્સની પેટાકંપની છે. પ્રોડક્ટ એન્જિનિયરિંગ અને ડિજિટલ સેવાઓ સાથે સંકળાયેલ ટાટા ટેક્નોલોજીએ IPO લાવવા માટે જરૂરી પ્રારંભિક પગલાં લેવાનું શરૂ કર્યું છે.
  • જો ટાટા મોટર્સની યોજના સફળ થશે, તો 2004માં TCS IPO પછી ટાટા જૂથ દ્વારા લાવવામાં આવેલો આ પ્રથમ IPO હશે.
  • તમને જણાવી દઈએ કે લગભગ 18 વર્ષ પહેલા દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS) નો IPO આવ્યો હતો. ત્યારે રતન ટાટા ગ્રુપના ચેરમેન હતા.
  • પરંતુ એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા જૂથની કોઈપણ કંપનીનો આ પહેલો આઈપીઓ હશે.

ટાટા ટેક્નોલોજીના નાણાકીય પરિણામો

  • ટાટા મોટર્સના 2022ના વાર્ષિક અહેવાલ મુજબ ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજીમાં 74 ટકા હિસ્સો ધરાવે છે.
  • વર્ષ 2018 માં ટાટા મોટર્સ ટાટા ટેક્નોલોજિસમાં 43 ટકા હિસ્સો વોરબર્ગ પિંકસને 360 મિલિયન ડોલરમાં વેચવાની પ્રક્રિયામાં હતી પરંતુ પછીથી નિર્ણય ટાળવામાં આવ્યો હતો.
  • ટાટા ટેક્નોલોજીના નાણાકીય પરિણામો પર નજર કરીએ તો 2021-22માં કંપનીની આવક રૂ. 3529.6 કરોડ હતી.
  • જેના પર રૂ. 645.6 કરોડનો ઓપરેટિવ નફો અને રૂ. 437 કરોડનો નફો થયો હતો.
  • ટાટા ટેક્નોલોજીસનું ધ્યાન 4 વર્ટિકલ્સમાં છે જેમાં ઓટોમોટિવ, એરોસ્પેસ, ઔદ્યોગિક મશીનરી અને ઔદ્યોગિકનો સમાવેશ થાય છે.

એન ચંદ્રશેકરનના કાર્યકાળનો પ્રથમ IPO

  • TCSનો IPO રતન ટાટાના જમાનામાં આવ્યો હતો.
  • એન ચંદ્રશેખરન 2017માં ટાટા સન્સના ચેરમેન બન્યા પછી ટાટા ગ્રુપનો આ પહેલો આઈપીઓ હશે.
  • Tata Technologies એ IPO લાવવાની પ્રક્રિયા હમણાં જ શરૂ કરી છે.

આ પણ વાંચી શકો : 

Tata Shopping :TATA ની Air India માટે શોપિંગ શરૂ, એકસાથે 150 પ્લેનનો ઓર્ડર આપ્યો

આ પણ વાંચી શકો : 

Tata Drone:દવાઓ પોચાડવામાં આવશે ડ્રોન દ્વારા

SHARE

Related stories

Latest stories