HomeBusinessBalaji Waffers Success:વિરાણી ભાઈઓની Sucess Story, થિયેટરથી સાઈકલ અને ત્યાંથી 5 હજાર...

Balaji Waffers Success:વિરાણી ભાઈઓની Sucess Story, થિયેટરથી સાઈકલ અને ત્યાંથી 5 હજાર પરિવારને રોજગારી સુધી પહોચ્યો -India News Gujarat

Date:

Balaji Waffers Success:વિરાણી ભાઈઓની Sucess Story, થિયેટરથી સાઈકલ અને ત્યાંથી 5 હજાર પરિવારને રોજગારી સુધી પહોચ્યોવિરાણી પરિવાર-India News Gujarat

  • Balaji Waffers Success:વિરાણી ભાઈઓએ રાજકોટના એક થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ, જ્યા તેમને જોવા મળ્યું કે, થીયેટરમાં વેચવામાં આવતી વેફર્સની ડિમાંડ એટલી વધારે હતી કે, વેફર્સ દર અઠવાડિયે પુરી થઈ જતી હતી.
  • તે પછી તેમને એક રૂમથી વેફર્સ બનાવવાની શરૂ કરી
  • બાલાજી વેફર્સ માલીક ચંદુભાઇ વિરાણીનો જન્મ જાનમગરના ધુન-ઘોરાજી ગામમાં થયો હતો.
  • તેમના પિતા પોપટભાઇ ખેડૂત હતા. તેમના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વરસાદ ન પડવાને કારણે ખેતરમાંથી ઉત્પાદન આવતુ નહોતુ. એવામાં તેમના પિતાજીએ ખેતર વેચી 20 હજાર રૂપિયાથી ચંદુભાઇ વિરાણી અને તેમના 4 ભાઈઓને આપીને કંઇક ધંધો શરૂ કરવા કહ્યુ હતું.
  • તેમણે અને તેમના ભાઇઓએ તે પૈસાથી ખાતર અને ખેતીના સામાનનો વેપાર શરૂ કરી દીધો.
  • પરંતુ વિરાણી ભાઈઓનો ધંધો 2 વર્ષમાં જ ડૂબી ગયો અને વેપાર બંધ થઇ ગયો.

થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ

  • ત્યારબાદ વિરાણી ભાઈઓએ રાજકોટના એક થીયેટરની કેન્ટીનમાં કરતા હતા કામ, જ્યા તેમને જોવા મળ્યું કે, થીયેટરમાં વેચવામાં આવતી વેફર્સની ડિમાંડ એટલી વધારે હતી કે, વેફર્સ દર અઠવાડિયે પુરી થઈ જતી હતી.
  • તે પછી તેમને એક રૂમથી વેફર્સ બનાવવાની શરૂ કરી અને તેને સાઈકલ પર વેચવાની શરૂઆત કરી હતી, ત્યારબાદ વેચાણ વધતા મોટરસાઈકલથી વેચાણ કરવામાં આવતુ હતું

1992માં રાજકોટમાં બનાવ્યો પ્લાંટ

  • વેચાણ વધતા લાગ્યું કે હવે ઘરેથી પહોંચી શકાશે નહિ, એટલે 1989માં આજી GIDCમાં જગ્યા રાખી પ્રોડક્શન શરૂ કર્યું.
  • 1992માં ઓટોમેટિક પ્લાન્ટ બનાવ્યો.
  • ધંધો ધીમે ધીમે આગળ વધતો રહ્યો પણ વેફર્સની ક્વોલીટીમાં કોઈ ફરક પડ્યો નહિં, વેફર્સની માગ એટલી વધી ગઈ કે તેને પુરી કરવા માટે પ્લાન્ટ બનાવવો પડ્યો.
  • બાલાજી પરિવાર સાથે આશરે પાંચ હજાર 5000 કર્મચારી જોડાયેલા છે.
  • કંપનીના સ્ટાફમાં 70 ટકા મહિલાઓ છે.

ત્રણેય ભાઈઓ કરોડો રૂપિયાના માલીક

  • રાજકોટથી શરૂઆત કરી બાદમાં વલસાડ અને મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે પ્લાન્ટ શરૂ કરી કંપની દ્વારા 5000 લોકોને રોજીરોટી પૂરી પાડવામાં આવે છે.
  • એમડીના જણાવ્યા મુજબ 3 પ્લાન્ટ સાથે આજે 1 લાખથી વધુ ખેડૂતો જોડાયેલા છે અને આ 1 લાખ ખેડૂતોના બટેટા ઉપયોગ કરી બાલાજી વેફર્સ અલગ અલગ પ્રોડક્ટ બનાવી રહી છે.
  • આજે 3 પ્લાન્ટ થકી 800 થી વધુ ડીલર સાથે જોડાઈ અને 10 રાજ્યોમાં બાલાજી વેફર્સ નાનામાં નાના ગામડાના છેવાડા સુધી પહોંચી રહી છે.
  • હાલમાં Hurun India Rich list 2020એ ધનિકોની બહાર પાડેલી યાદીમાં બાલાજી વેફર્સના ત્રણેય ભાઈઓનો સમાવેશ કર્યો હતો. જેમાં ત્રણેય ભાઈઓ કરોડો રૂપિયાના માલીક છે.

તમે પણ આ વાંચી શકો છો –

Go Digit IPO : યુનિકોર્ન ઇન્સ્યોરન્સ કંપની કંપની રૂપિયા 5000 કરોડનો IPO લાવશે

તમે પણ આ વાંચી શકો છો –

No Claim Bonus શું છે? તેનો લાભ કોને , ક્યારે અને કેવી રીતે મળે છે, જાણો વિગતવાર

SHARE

Related stories

Latest stories