HomeAutomobilesTata Shopping :TATA ની Air India માટે શોપિંગ શરૂ, એકસાથે 150 પ્લેનનો...

Tata Shopping :TATA ની Air India માટે શોપિંગ શરૂ, એકસાથે 150 પ્લેનનો ઓર્ડર આપ્યો-India News Gujarat

Date:

Tata Shopping: TATA ની Air India માટે શોપિંગ શરૂ, એકસાથે 150 પ્લેનનો ઓર્ડર આપ્યો-India News Gujarat

  • Tata Shopping : Air India બોઈંગ કંપની સાથે 150, 737 મેક્સ જેટ સુધીના ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની નજીક છે.
  • ટાટા જૂથની માલિકીની ભારતીય કેરિયરે સંભવતઃ 150 737 MAX એરક્રાફ્ટ માટે ફર્મ ઓર્ડર આપ્યો છે.
  • ટાટા ગ્રુપે એર ઈન્ડિયામાં નવા પ્રાણ પુરવા માટે ખુબ મહેનત કરી રહ્યુ છે.
  • ટાટા ગ્રુપ એર ઇન્ડિયાની કમાન સંભાળતાની સાથે જ તેના દિવસો બદલાઈ ગયા છે.
  • એર ઈન્ડિયા હવે દિન-પ્રતિદિન વધુ સારી સેવા આપવાના મામલે લોકોમાં પોતાની અલગ ઓળખ બનાવી રહી છે અને સાથે જ પોતાનું નામ મજબૂત કરવા માટે કામ કરી રહી છે.

ETના અહેવાલમાં  શું જણાવાયું છે?

  • હવે એર ઈન્ડિયા માટે ટાટાની ખરીદી શરૂ થઈ ગઈ છે.
  • એર ઈન્ડિયા બોઈંગ કંપની સાથે 150, 737 મેક્સ જેટ સુધીના ઓર્ડર પર હસ્તાક્ષર કરવાની નજીક છે.
  • ટાટા જૂથની માલિકીની ભારતીય કેરિયરે સંભવતઃ 150 737 MAX એરક્રાફ્ટ માટે ફર્મ ઓર્ડર આપ્યો છે, એમ ETના અહેવાલમાં જણાવાયું છે.
  • ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઈન્ડિયા 50 બિલિયન ડોલરના મેગા ઓર્ડર પર સૂચિની કિંમતો નક્કી કરવાની નજીક જઈ રહી છે

એરલાઈનનો ખર્ચ કેટલો છે?

  • જેમાં એરબસ અને બોઈંગ વચ્ચે વિભાજિત કરવા માટે 300 નેરોબોડી અને 70 વાઈડબોડી જેટનો સમાવેશ થશે.
  • અહેવાલમાં જણાવાયું છે કે, એર ઇન્ડિયા વિશ્વના સૌથી ઝડપથી વિકસતા મુખ્ય ઉડ્ડયન બજારમાં વધતી માંગ સાથે ગતિ જાળવી રાખવા માટે ભારતમાં તેની ક્ષમતા વધારવાનું વિચારી રહી છે.
  • તમને જણાવી દઈએ કે ભારતમાં બોઈંગનો છેલ્લો મેગા ઓર્ડર 2021 માં આવ્યો હતો
  • જ્યારે એરલાઈન આકાશે 72 737 મેક્સ જેટ ખરીદવા માટે એક ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા
  • જેની કિંમત સૂચિ પર લગભગ 9 બિલિયન ડોલર હતી.

સ્પાઇસજેટ 155 મેક્સ પ્લેનનો ઓર્ડર આપે છે

  • ભારતીય આકાશમાં ઈન્ડિગો, સ્પાઈસજેટ અને એરએશિયા ઈન્ડિયા સહિત ઓછી કિંમતના કેરિયર્સનું પ્રભુત્વ છે
  • જેમાંથી મોટા ભાગના એરબસ નેરોબોડી એરક્રાફ્ટનું સંચાલન કરે છે.
  • ભારતમાં બોઇંગના સૌથી મોટા ગ્રાહક સ્પાઇસજેટ પાસે 155 MAX એરક્રાફ્ટનો ઓર્ડર છે.
  • બીજી તરફ એર ઈન્ડિયાના 27 બોઈંગ B-787-8 અને 13 B-777 એરક્રાફ્ટના ઈન્ટિરિયરમાં ફેરફાર કરવામાં આવશે.
  • આધુનિકીકરણના કાર્યમાં હાલના કેબિન ઇન્ટિરિયરને ફેસલિફ્ટ કરવામાં આવશે.
  • જૂની બેઠકોને આધુનિક બેઠકો સાથે બદલવામાં આવશે. જેથી કરીને આંતરરાષ્ટ્રીય રૂટ પર મુસાફરી કરતા મુસાફરોને કોઈ મુશ્કેલીનો સામનો કરવો ન પડે. તે આરામદાયક મુસાફરીનો આનંદ માણી શકે છે.
  • અગ્રણી પ્રોડક્ટ ડિઝાઇન કંપનીઓ, લંડનની JPA ડિઝાઇન અને ટ્રેન્ડ વર્ક્સને કેબિન ઇન્ટિરિયર ડિઝાઇન માટે જોડવામાં આવી છે.
  • આધુનિકીકરણની આ પ્રક્રિયાને વર્ષ 2024ના મધ્ય સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

તમે પણ આ વાંચી શકો છો –

Tata Drone:દવાઓ પોચાડવામાં આવશે ડ્રોન દ્વારા

તમે પણ આ વાંચી શકો છો –

Tata Bisleri Deal:3 દાયકા જૂની બિસલેરીને ટાટાની ઓળખ મળશે, 7000 કરોડમાં થઇ ડીલ

SHARE

Related stories

Latest stories