HomeBusinessSBI Marriage Loan:દીકરીના લગ્નના ખર્ચની ચિંતા સતાવતી રહી છે?બેંક મદદરૂપ બનશે-India News...

SBI Marriage Loan:દીકરીના લગ્નના ખર્ચની ચિંતા સતાવતી રહી છે?બેંક મદદરૂપ બનશે-India News Gujarat

Date:

SBI Marriage Loan:દીકરીના લગ્નના ખર્ચની ચિંતા સતાવતી રહી છે?બેંક મદદરૂપ બનશે-India News Gujarat

  • SBI Marriage Loan:તો હવે તમારે તમારી દીકરીના લગ્નમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નથી.
  • દેશનો સૌથી મોટી સરકારી બેંક તમારા ઘરના આ મૂલ્યવાન પ્રસંગ માટે તમને મદદરૂપ થશે.
  • આ માટે તમારી પાસે તમારું અને તમારી દીકરીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, તમારું છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને મતદાર આઈડી કાર્ડ હોવું જોઈએ.
  • શું તમને દીકરીના લગ્નના ખર્ચની ચિંતા સતાવતી રહી છે? લગ્નમાં મહેમાનોના સ્વાગતમાં ખર્ચના કાપના કારણે કચાશ ન રહે તેનો ભય રહે છે ? તો હવે તમારે તમારી દીકરીના લગ્નમાં પૈસાની ચિંતા કરવાની જરૂર નથી.
  • દેશનો સૌથી મોટી સરકારી બેંક તમારા ઘરના આ મૂલ્યવાન પ્રસંગ માટે તમને મદદરૂપ થશે.
  • SBI  તમને Marriage Loan આપશે. તમે ઘરે બેઠાં લોન માટે અરજી કરી શકો છો. આ માટે તમારે બેંકની મુલાકાત લેવાની પણ  જરૂર રહેશે નહીં.
  • બેંક લોન આપી રહી છે જેના માટે તમારે કેટલાક દસ્તાવેજોની જરૂર પડશે.
  • તમારે તમારા ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને એપમાં અપલોડ કરવા પડશે. આ પછી બેંક દ્વારા તમને થોડા દિવસોમાં લોન આપવામાં આવશે.
  • આ માટે એ સૌથી જરૂરી છે કે તમારો પગાર SBI ખાતામાં આવે એટલે કે તમારું SBIમાં સેલેરી ખાતું છે.
  • આ સાથે તમારો માસિક પગાર 15000 રૂપિયા અથવા તેનાથી વધુ હોવો જોઈએ.

આ દસ્તાવેજોની જરૂર પડશે

  • આ માટે તમારી પાસે તમારું અને તમારી દીકરીનું આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક, તમારું છેલ્લા ત્રણ મહિનાનું બેંક સ્ટેટમેન્ટ અને મતદાર આઈડી કાર્ડ હોવું જોઈએ.
  •   તમે સરળતાથી 20 લાખ સુધીની લોન મેળવી શકો છો.
  • આ લોનની ચુકવણીની મુદત 6 મહિનાથી 72 મહિના સુધીની છે.

કેટલો વ્યાજ દર ચૂકવવો પડશે

  • વ્યાજ દર 10.65% થી શરૂ થાય છે અને રૂ.20 લાખ સુધીની લોન 6 વર્ષ સુધી લઈ શકાય છે.
  • SBI વેડિંગ લોન એ સામાન્ય પર્સનલ લોન છે એટલે કે તમે SBI એક્સપ્રેસ લોન, SBI ક્લિક પર્સનલ લોન વગેરે જેવા લગ્ન માટે કોઈપણ SBI પર્સનલ લોનનો ઉપયોગ કરી શકો છો

કેવી રીતે અરજી કરી શકાય?

  • SBIની વેબસાઈટ પર જઈને લોન માટે અરજી કરવી પડશે.
  • YONO એપ પર જઈને SBI લોન સર્ચ કરો.
  • સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પોમાંથી લોન વિકલ્પ પસંદ કરો.
  • તમારે તેમાં પર્સનલ લોન પસંદ કરવાની રહેશે.
  • એક્સપ્રેસ ક્રેડિટ લોન પર ક્લિક કરો અને અરજી કરો.
  •  માહિતી એક ફોર્મમાં ભરવાની રહેશે અને તમારા દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
  • તે પછી તમે સબમિટ કરો.
  • બેંક ચકાસણી માટે બોલાવશે

તમે આ પણ વાંચી શકો છો-

SBI Student Loan:બેંક સસ્તાં દરે દોઢ કરોડ રૂપિયા સુધી લોન આપી રહી છે

તમે આ પણ વાંચી શકો છો-

SBI YONO APP- LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે

SHARE

Related stories

Latest stories