HomeAutomobilesAir India ‘Maharaja' ને કહેશે ‘ટાટા’ ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ-India...

Air India ‘Maharaja’ ને કહેશે ‘ટાટા’ ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ-India News Gujarat

Date:

Air India ‘Maharaja’ ને કહેશે ‘ટાટા’ ? જાણો રિટાયરમેન્ટનું શું છે કારણ-India News Gujarat

  • Air India ના ‘મહારાજા’ ટૂંક સમયમાં કંપની છોડી શકે છે.
  • ટાટા ગ્રુપ કંપનીના આ લોગોને ‘ટાટા’ કહી શકે છે.
  • એર ઈન્ડિયાનો ‘મહારાજા’ લોગો 1946માં કંપનીના કોમર્શિયલ ડિરેક્ટર બોબી કુકા દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો.

Air India ‘Maharaja’:આવો જાણીએ તેની પાછળનું કારણ

  • એર ઇન્ડિયાના ‘Maharajah’ હવે 76 વર્ષના થઇ ગયા છે. 1946 ના વર્ષથી એર ઇન્ડિયામાં ઓળખ બનેલા મહારાજાને હવે ટાટા ગ્રુપ રિટાયરમેન્ટ પર જઇ શકે છે, અને આનું કારણ પણ ખાસ છે.
  • એર ઇન્ડિયાનો ‘મહારાજા’ લોગો કંપનીના કમર્શિયલ ડાયરેક્ટર રહેલા બોબી કૂકાએ ડિઝાઇન કર્યો છે.
  • તાજેતરમાં ટાટા ગ્રુપ અને સિંગાપોર એરલાઈન્સે એર ઈન્ડિયા-વિસ્તારા મર્જરની જાહેરાત કરી છે.
  • હવે એવા અહેવાલ છે કે ટાટા જૂથે એર ઈન્ડિયાના રિ-બ્રાન્ડિંગ માટે લંડન સ્થિત બ્રાન્ડ અને ડિઝાઈન કન્સલ્ટન્સી કંપની ‘ફ્યુચરબ્રાન્ડ્સ’ સાથે જોડાણ કર્યું છે.

અમેરિકન એરલાઇન્સ રિ-બ્રાન્ડિંગ અનુભવ

  • ફ્યુચરબ્રાન્ડ્સને અમેરિકન એરલાઇન્સ, 2012 લંડન ઓલિમ્પિક્સ અને બેન્ટલી જેવી કાર કંપનીઓને રિબ્રાન્ડ કરવાનો અનુભવ છે.
  • હવે આ કંપની એર ઈન્ડિયાની ઓળખને નવીકરણ કરવા માટે એક વ્યૂહરચના બનાવશે, જેથી બદલાતા સમય સાથે એર ઈન્ડિયાને વિશ્વની ફેવરિટ એરલાઈન્સ બનાવી શકાય.

‘મહારાજા’ છોડવાનું કારણ

  • આ સંબંધમાં જાણકાર વ્યક્તિને ટાંકીને, પ્રમુખ મીડિયાએ એક અહેવાલ આપ્યો છે કે એર ઈન્ડિયાના રિ-બ્રાન્ડિંગમાં ‘મહારાજા’ લોગોને દૂર કરવાની વાત થઈ રહી છે, કારણ કે આ લોગો હવે ઘણો જૂનો થઈ ગયો છે.
  • કંપની જ્યાંથી પોતાની સર્વિસ શરૂ કરી રહી છે તે નવા સ્થળો પર પણ આ લોગોનો ઉપયોગ નથી કરી રહી.
  • જોકે, ‘મહારાજા’ની વિદાય અંગે કંપનીએ હજુ સુધી અંતિમ નિર્ણય લીધો નથી.

નવા યુગમાં નવી ઓળખની જરૂર છે

  • સમાચારમાં કહેવામાં આવ્યું છે કે બ્રાન્ડિંગ કન્સલ્ટન્ટ કંપનીના રિપોર્ટ પર પ્રથમ જૂથમાં અનેક રાઉન્ડની બેઠકો યોજવામાં આવશે.
  • ત્યારબાદ આના પરના ખર્ચનું આકલન કરવામાં આવશે. તે જોવાનું રહે છે કે શું આ એરલાઇન્સને તે સ્થાન આપશે કે નહીં, જે ટાટા જૂથ દ્વારા અંદાજવામાં આવે છે. ત્યાર બાદ નિર્ણય લેવામાં આવશે.
  • જો કે, કંપની સ્પષ્ટપણે માને છે કે તેને આધુનિક વિશ્વમાં નવા બ્રાન્ડિંગની જરૂર છે, કારણ કે તેણે વિશ્વની અમીરાત અને સિંગાપોર એરલાઇન્સ જેવી એરલાઇન્સ સાથે સ્પર્ધા કરવાની છે.
  • આ સમગ્ર સમાચાર પર એર ઈન્ડિયા તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
  • ટાટા જૂથ એર ઈન્ડિયાના બ્રાન્ડિંગને લઈને ખૂબ જ ગંભીર છે. તેણે MakeMyTripમાંથી સુનીલ સુરેશને હાયર કર્યા છે, જે કંપનીના ચીફ માર્કેટિંગ ઓફિસર છે.
  • તે જ સમયે, કંપની કોલિન ન્યુબ્રોનરને પણ લાવી છે, જેણે અગાઉ સિંગાપોર એરલાઇન્સ અને જેટ એરવેઝની બ્રાન્ડિંગ પર કામ કર્યું છે.

આ પણ વાંચો:

Air India Ticket Discount : આ મુસાફરોને એર ઈન્ડિયામાં ડિસ્કાઉન્ટ મળશે

આ પણ વાંચો:

AIR INDIA :એર ઈન્ડિયા માટે ટાટાનો નવો દાવ,આ એરલાઈનનો સંપૂર્ણ હિસ્સો ખરીદશે

SHARE

Related stories

Latest stories