HomeEntertainmentFIFA World Cup: ટીમને મિસાઈલ હુમલાની ધમકી, ટીમને આકાશમાં પણ મળી સુરક્ષા-India...

FIFA World Cup: ટીમને મિસાઈલ હુમલાની ધમકી, ટીમને આકાશમાં પણ મળી સુરક્ષા-India News Gujarat

Date:

FIFA World Cup: ટીમને મિસાઈલ હુમલાની ધમકી, ટીમને આકાશમાં પણ મળી કડક સુરક્ષા, જુઓ Video-India News Gujarat

  • FIFA World Cup: કતરમાં 20 નવેમ્બરથી ફિફા વર્લ્ડ કપ શરૂ થશે.
  • આ ટુર્નામેન્ટ માટે લગભગ તમામ ટીમો કતર પહોંચી ગઈ છે.
  • પોલેન્ડ ટીમ પણ કડક સુરક્ષા વચ્ચે વર્લ્ડ કપ રમવા પહોંચી ગયું હતું.
  • ફૂટબોલ વર્લ્ડ કપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે.
  • કતરમાં 20 નવેમ્બરથી શરૂ થઈ રહેલા ફિફા વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે લગભગ તમામ ટીમો પહોંચી ગઈ છે.
  • દરમિયાન પોલેન્ડની ટીમ ખાસ સુરક્ષા સાથે કતર પહોંચી હતી.
  • પોલેન્ડની ટીમને F16 ફાઈટર પ્લેનની સુરક્ષા હેઠળ વર્લ્ડ કપ માટે કતર લઈ જવામાં આવી હતી.
  • થોડા દિવસો પહેલા પોલેન્ડમાં મિસાઈલ હુમલામાં બે લોકોના મોત થયા હતા, ત્યારબાદ રાષ્ટ્રીય ટીમને પણ કડક સુરક્ષા આપવામાં આવી હતી.
  • પોલેન્ડની ટીમે તેના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આ સુરક્ષાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બે ફાઈટર જેટ વિમાનની પાછળ ઉડતા જોવા મળી રહ્યા છે. જેના પર રિપબ્લિક ઓફ પોલેન્ડ લખેલું છે.

એરસ્પેસમાંથી સુરક્ષિત રીતે બહાર

  • પોલેન્ડ મીડિયાના અહેવાલો અનુસાર, લડાયક વિમાનોએ રાષ્ટ્રીય ટીમની ફ્લાઇટનો ત્યાં સુધી પીછો કર્યો જ્યાં સુધી તે પોલેન્ડની એરસ્પેસ છોડી ન જાય.
  • પોલેન્ડની ટીમ વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 22 નવેમ્બરે રમશે.

રશિયા અને યુક્રેન વચ્ચે જંગની અસર

  • થોડા દિવસો પહેલા પોલેન્ડના એક ગામમાં મિસાઈલ દુર્ઘટના થઈ હતી, જેના પર ભારે હોબાળો થયો હતો.
  • જેમાં 2 લોકોના મોત થયા હતા. પોલેન્ડ નાટોનું સભ્ય છે અને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં આવું પહેલીવાર બન્યું જ્યારે મિસાઈલ તેના પર પડી.

ગ્રુપ સીમાં છે પોલેન્ડ

  • પોલેન્ડની ટીમની વાત કરીએ તો મેક્સિકો, આર્જિન્ટીના, સાઉદી અરબની સાથે ગ્રુપ સીમાં છે.
  • મેક્સિકો વિરુદ્ધ પોલેન્ડ પોતાના અભિયાનની શરુઆત કરશે. તેના 4 દિવસ બાદ સાઉદી અરબ પડકાર ફેકશે.
  • પોલેન્ડ છેલ્લા ગ્રુપ સ્ટેજમાં 30 નવેમ્બરના રોજ આર્જિન્ટિના વિરુદ્ધ મેદાન પર ઉતરશે.
  • રોંમાચક ક્રિકેટ વર્લ્ડકપ બાદ હવે ફિફા વર્લ્ડકપ શરુ થવા જઈ રહ્યો છે. પ્રત્યેક ફૂટબોલ ટીમમાં 26 ખેલાડી છે.
  • આ પ્લેયર્સના નામ તમામ ટીમો જાહેર કરી ચૂકી છે.
  • ફિફા વર્લ્ડકપ 2022માં 32 દેશની ફૂટબોલ ટીમના 831 ખેલાડીઓ મેદાન પર ઉતરશે.

તમે આ પણ વાંચી શકો છો-

Football’s great ISL started : ફૂટબોલની શાનદાર ISLની શરૂઆત, ટૂર્નામેન્ટ પહેલા નીતા અંબાણીએ ચાહકોનો ઉત્સાહ ભર્યો

તમે આ પણ વાંચી શકો છો-

Indian Football:AFC એશિયન કપ 2023 માટે ક્વોલિફાઈ કર્યું

SHARE

Related stories

Latest stories