Vikram S Launch:અવકાશ ક્ષેત્રે ભારતે ઇતિહાસ સર્જયો, દેશનું પ્રથમ ખાનગી રીતે વિકસિત રોકેટ વિક્રમ-એસ લોન્ચ કરાયું-India News Gujarat
-
Vikram S Launch:દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ (Vikram-S)આજે લોન્ચ થયું છે.
- આ રોકેટનું નિર્માણ હૈદરાબાદની સ્ટાર્ટ-અપ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે.
- દેશનું પ્રથમ પ્રાઈવેટ રોકેટ વિક્રમ-એસ આજે લોન્ચ થયું છે.
- આ રોકેટનું નિર્માણ હૈદરાબાદની સ્ટાર્ટ-અપ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા કરવામાં આવ્યું છે.
- ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન એટલે કે ઈસરો આજે શ્રીહરિકોટા સ્થિત તેના કેન્દ્રથી ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ-એસ લોન્ચ કર્યુ. તેના પ્રક્ષેપણ બાદ ખાનગી રોકેટ કંપનીઓ ભારતના સ્પેસ મિશનમાં પ્રવેશ કર્યો છે.
- આનાથી દેશના અવકાશ ઉદ્યોગમાં ખાનગી ક્ષેત્રના પ્રવેશનો માર્ગ મોકળો થશે, જે દાયકાઓથી સરકારી માલિકીની ISRO દ્વારા પ્રભુત્વ ધરાવે છે
11.30 વાગ્યે લોન્ચ થયુ રોકેટ
- 2020માં કેન્દ્ર સરકારે સ્પેસ ઉદ્યોગને ખાનગી ક્ષેત્ર માટે ખોલ્યા બાદ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ ભારતીય અવકાશ કાર્યક્રમમાં પગ મૂકનાર ભારતની પ્રથમ ખાનગી ક્ષેત્રની કંપની બની છે.
- ‘વિક્રમ-એસ’ રોકેટને આજે સવારે 11.30 વાગ્યે લોન્ચ કરાયું છે.
- અગાઉ તેને 15 નવેમ્બરે લોન્ચ કરવાની યોજના હતી. સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ થયા બાદ ‘વિક્રમ-એસ’ 81 કિલોમીટરની ઉંચાઈએ પહોંચશે.
- આ રોકેટનું નામ ભારતીય અવકાશ કાર્યક્રમના પિતા સ્વર્ગસ્થ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈના નામ પરથી રાખવામાં આવ્યું છે.
6-મીટર-ઊંચુ રોકેટ
- પ્રારંભ’ નામનું મિશન બે સ્થાનિક અને એક વિદેશી ગ્રાહકના ત્રણ પેલોડ વહન કરશે. વિક્રમ-એસ સબ-ઓર્બિટલ ફ્લાઇટ ચેન્નાઈના સ્ટાર્ટઅપ સ્પેસ કિડ્ઝ, આંધ્ર પ્રદેશના સ્ટાર્ટઅપ એન-સ્પેસ ટેક અને આર્મેનિયન સ્ટાર્ટઅપ બાઝુમક્યુ સ્પેસ રિસર્ચ લેબના ત્રણ પેલોડ વહન કરશે.
- સ્કાયરૂટના અધિકારીએ જણાવ્યું હતું કે 6-મીટર-ઊંચુ રોકેટ વિશ્વના પ્રથમ એવા કેટલાક રોકેટ પૈકીનું એક છે જેમાં રોટેશનલ સ્ટેબિલિટી માટે 3-D પ્રિન્ટેડ સોલિડ પ્રોપેલન્ટ્સ છે.
ઈસરોની માર્ગદર્શિકા હેઠળ તેઓ જઈ રહ્યા છે
- ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACE) ના ચેરમેન પવન ગોએન્કાએ જણાવ્યું હતું કે, ભારતમાં ખાનગી ક્ષેત્ર માટે આ એક મોટી છલાંગ છે.
- રોકેટના પ્રક્ષેપણ માટે અધિકૃત પ્રથમ ભારતીય કંપની બનવા બદલ સ્કાયરૂટને અભિનંદન.
- કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે ભારત શ્રીહરિકોટાથી ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ દ્વારા વિકસિત પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ કરીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે.
- ઈસરોની માર્ગદર્શિકા હેઠળ તેઓ જઈ રહ્યા છે.
આ પણ વાંચો :
PS-1 vs Vikram Vedha: હૃતિક રોશન કે ઐશ્વર્યા રાય? કઈ ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે?
આ પણ વાંચો :
Vikram Batra : કારગિલ યુદ્ધના હીરો વિક્રમ બત્રાની ફિલ્મ શેર શાહ ઉત્સાહથી ભરપૂર હશે