HomeGujaratDrugs in Surat:કોસાડ આવાસમાંથી ઝડપાયું 1.50 કરોડનું ડ્રગ્સ, 1 વ્યક્તિની કરાઈ અટકાયત-India...

Drugs in Surat:કોસાડ આવાસમાંથી ઝડપાયું 1.50 કરોડનું ડ્રગ્સ, 1 વ્યક્તિની કરાઈ અટકાયત-India News Gujarat

Date:

Drugs in Surat:કોસાડ આવાસમાંથી ઝડપાયું 1.50 કરોડનું ડ્રગ્સ, 1 વ્યક્તિની કરાઈ અટકાયત-India News Gujarat

  • Drugs in Surat :ડ્રગ્સના કેસમાં જે તે શહેરની ક્રાઇમ બ્રાંચથી માંડીને એસ.ઓ.જી. સાથે ગુજરાત એટીએસ (ATS) રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસ.ના કેસ કર્યા છે.
  • સપ્ટેમ્બર 2022માં  જાહેર કરવામાં આવેલા આકંડા મુજબ  52 અબજ 55 કરોડ 31 લાખ રૂપિયાનું ડ્રગ્સ  ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યું છે તેમજ 1 વર્ષમાં MD ડ્રગ્સના 127 કેસ કરીને  209 આરોપીની ધરપકડ કરવામાં આવી છે .
  • સુરતમાં ફરીથી એક વાર દોઢ કિલોથી વધુનું અને 1. 50 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપાયું છે.
  • અમરોલી પોલીસે કોસાડ આવાસમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું.
  • આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.   નોંધનીય છે કે બે દિવસ અગાઉ જ ગુજરાત ATS અને દિલ્લી પોલીસના સ્પેશ્યલ સેલે દિલ્લીથી 8 કિલો હેરોઈનના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.
  • બાતમીના આધારે દિલ્લીના લાજપતનગર વિસ્તારમાંથી આરોપી ની ગાડીની ડેકીમાંથી 8 કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો.
  • મૂળ પાકિસ્તાનનો આરોપી પાછલા 4 વર્ષથી દિલ્લીમાં ટુરિસ્ટ વિઝા પર રહેતો હતો.
  • ગત મહિને ઈન્ડિયન કોસ્ટગાર્ડ અને ગુજરાત ATSએ દરિયામાંથી 50 કિલો ડ્રગ્સ સાથે છ પાકિસ્તાની નાગરિકોને ઝડપ્યા હતા.
  • જેની પાસેથી મળેલી બાતમીના આધારે દિલ્લીના લાજપતનગરમાંથી આરોપી નશાના સામાન સાથે ઝડપાયો હતો.

Drugs in Surat :ATS દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી

  • તારીખ 12 નવેમ્બરના રોજ ગુજરાત ATS દ્વારા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરવામાં આવી હતી
  • ગુજરાત ATS દ્વારા  12 નવેમ્બરે   મોટી કામગીરી કરતા જુહાપુરામાંથી    MD ડ્રગ્સ સાથે બે આરોપીની  ધરપકડ કરી હતી.
  • એટીએસ દ્વારા  જુહાપુરામાંથી 2 આરોપીની ધરપકડ કરી છે.
  • બે દિવસ પહેલાં ભુજથી આવેલા શખ્સ પાસેથી  ડ્રગ્સ પકડાયું હતું.
  • કુલ 2.80 લાખનું ડ્રગ્સ ઝડપાયું હતુ

યુવાધનને  જાગૃત કરવા ચલાવાઈ રહી છે ડ્રાઇવ

  • સુરત શહેરમાં પોલીસ કમિશનર અજય તોમર દ્વારા યુવાધનને નશાની ચુંગાલમાંથી બહાર કાઢવા માટે વર્ષ 2020થી સુરતમાં No Drugs in Surat City કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યુ છે.
  • છેલ્લા બે વર્ષથી સુરત શહેર વિસ્તારમાં ગેરકાયદેસર ડ્રગ્સ તથા ગાંજાની હેરાફેરી કરતા લગભગ 200 જેટલાં વ્યક્તિઓને પકડી તેઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
  • સુરતમાં અવારનવાર, લિંબાયત, સચિન, ઉધના સહિતના વિસ્તારમાંથી  ડ્ર્ગસ પેડલરની અટકાયત કરવામાં આવી છે.

ગુજરાતમાં નશાના વેપાર સામે પોલીસની લાલ આંખ

  • ડ્રગ્સના કેસમાં જે તે શહેરની ક્રાઇમ બ્રાંચથી માંડીને એસ.ઓ.જી. સાથે ગુજરાત એટીએસ રેકોર્ડ બ્રેક એન.ડી.પી.એસ.ના કેસ કર્યા છે.
  • સપ્ટેમ્બર 2022માં  જાહેર કરવામાં આવેલા આકંડા મુજબ 16 સપ્ટે 2021થી 22 ઓગષ્ટ 2022 દરમિયાન  52 અબજ 55 કરોડ 31 લાખ રૂપિયાનું ડ્રગ્સ  ગુજરાતમાંથી ઝડપી લેવામાં આવ્યું છે તેમજ 1 વર્ષમાં MD ડ્રગ્સના 127 કેસ કરીને  209 આરોપીની ધરપકડ કરવામાં આવી છે .
  • એક સમયએ ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઇન્ટ બની ગયો હતો પણ ગુજરાતમાં હવે એમ.ડી. ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનો ખુલાસો થયો છે જ્યારે દરિયાઈ માર્ગે આવતું હેરોઇન ગુજરાત નહીં પજાંબ અને બેગ્લોર સહિત સાઉથમાં જતું હોવાનું સામે આવ્યું છે.
  • ગુજરાતમાં વધી રહેલું ડ્રગ્સનું નેટવર્ક ખૂબ જ ચિંતાજનક છે. જેથી તમામ એજન્સી ડ્રગ્સ દૂષણને દૂર કરવા અને યુવા પેઢી બચાવ નવા નવા અભિયાન શરૂ કર્યા છે.

તમે આ પણ વાંચી શકો છો:

Drugs addiction in Gujarat:ગુજરાતમાં ડ્રગ્સના નશાનું ગ્રહણ

તમે આ પણ વાંચી શકો છો:

PROSTITUION RACKET in surat-સ્પાની આડમાં દેહ વિક્રયનો વેપાર

 

SHARE

Related stories

Latest stories