Nykaa Share:આજે રોકાણકારોની કમાણી, શેર 20 ટકા વધ્યો, જાણો શું છે કારણ ?-India News Gujarat
- Nykaa Share:શેરમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે.
- એક વર્ષમાં સ્ટોકમાં 40 ટકાનો ઘટાડો થયો છે.
- તાજેતરમાં, કંપનીએ બોનસ શેરની પણ જાહેરાત કરી હતી.
- મલ્ટિ-બ્રાન્ડ બ્યુટી રિટેલર નાયકાનો સ્ટોક આજે 20 ટકા સુધી વધ્યો હતો.
- વિદેશી રોકાણકારો દ્વારા રોકાણ વધારવાના સમાચાર બાદ શેરમાં આ વધારો નોંધાયો છે.
- સ્ટોકના પ્રી-આઈપીઓ રોકાણકારો માટે એક વર્ષનો લોક-ઈન પિરિયડ પૂરો થઈ ગયો છે.
- લોક-ઇન પિરિયડ નજીક આવતાં જ શેરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જોકે નવા રોકાણકારોની એન્ટ્રી સાથે ફરી એકવાર રોકાણકારોએ શેરમાં ખરીદી કરી છે.
આજે સ્ટોક ક્યાં પહોંચ્યો
- શુક્રવારના ટ્રેડિંગમાં સ્ટોક વધીને 224.65ની એક દિવસની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જે અગાઉના 187.95ના બંધથી લગભગ 20 ટકા વધારે છે.
- શેરની એક વર્ષની ઊંચી સપાટી એટલે કે 430 પર છે. શેરની નીચલી સાપાટી 163 છે.
- નસ પહેલા શેર 1100 ના સ્તરની નજીક ટ્રેડ કરી રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેરમાં થોડી નરમાઈ જોવા મળી હતી.
- સ્ટોક 10 ટકાથી ઉપર રહ્યો હતો. કંપનીમાં નવા મોટા રોકાણકારોની ખરીદીને કારણે શેરમાં વધારો જોવા મળ્યો છે.
- Segantii India મોરિશિયસે 171.75 ના સરેરાશ ભાવે સ્ટોકમાં 37.92 લાખ શેર ખરીદ્યા છે.
- નોર્જેસ બેંકે 173.35ની સરેરાશથી 39.81 લાખ શેર ખરીદ્યા છે. તે જ સમયે, એબરડીન સ્ટાન્ડર્ડ એશિયા ફોક્સે 173.18ના ભાવે 42.72 લાખ શેર લીધા છે.
સ્ટોકમાં સતત ઘટાડો
- છેલ્લા એક વર્ષ દરમિયાન આ શેરમાં સતત ઘટાડો જોવા મળ્યો છે.
- ગયા વર્ષે નવેમ્બરના અંતે આ સ્ટોક 400 (પોસ્ટ-બોનસ લેવલ)થી ઉપર હતો, અત્યારે આજના ઉછાળા પછી પણ સ્ટોક 225ની સપાટીથી નીચે છે. એટલે કે એક વર્ષમાં સ્ટોક લગભગ 40 ટકા ઘટ્યો છે.
- આ જ કારણ છે કે સકારાત્મક સંકેત મળતાં જ વેપારીઓએ સ્ટોકમાં ખરીદી કરી છે. શેર X બોનસ સોદા માત્ર 10મી નવેમ્બરે જ થયા હતા.
- દરેક સ્ટોક માટે 5 શેર જાહેર કરવામાં આવ્યા છે. બોનસ ઇશ્યૂ થતાં સ્ટોકની યુનિટ કોસ્ટ ઘટી છે. અને હવે વધુ રોકાણકારો તેમાં વેપાર કરી શકશે.
તમે આ પણ વાંચી શકો છો-
Nykaaના રોકાણકારો માટે ખુશીના સમાચાર, દરેક 1 શેર પર 5 બોનસ શેયર આપશે કંપની
તમે આ પણ વાંચી શકો છો-
Indian Stock Market Boom:Bank Nifty એ સર્વોચ્ચ સપાટી નોંધાવી